• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણીતી ટીવી એક્ટ્રેસનો ચેજિંગ રૂમમાં બની રહ્યો હતો MMS

|

નવી દિલ્હી, 13 જુલાઇ: જાણીતી ટીવી એક્ટ્રેસને પોતાના મેકઅપ ટેબલની નીચે એક મોબાઇલ ફોન મળી આવતા કોઇ તેનો વીડિયો બનાવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. આ ફોનમાંથી તેના ચેંજિંગ રૂમના કેટલાંક વીડિયો પણ મળી આવ્યા છે. પોલીસે એક્ટ્રેસના કોસ્ટ્યૂમ આસિસ્ટન્ટની ધરપકડ કરી લીધી છે જેની પર 49 વર્ષની એક એક્ટ્રેસના ચેજિંગ રૂમમાં કપડા બદલતા ઘણા વીડિયો બનાવવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

આ અભિનેત્રીનું કહેવું છે કે તેમને તેમના મેકઅપ ટેબલની નીચે ફોન મળ્યો જેમાં તેમના કપડા બદલતા ઘણા વીડિયો મળી આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ મામલો તેમની સામે ત્યારે આવ્યો જ્યારે તેઓ એક બંગલામાં 8 જુલાઇના રોજ એક ટીવી શો માટે શૂટ કરી રહી હતી.

પોલીસનું કહેવું છે કે કોસ્ટ્યૂમ આસિસ્ટેંટને પૂછપરછ બાદ બેઇલ પર છોડી દેવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે હાલમાં થોડા દિવસ પહેલા પોતાના જમાનાની જાણીતી ટીવી એક્ટ્રેસ અને હાલની માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાણી પણ જે ચેજિંગ રૂમમાં ડ્રેસ ટ્રાયલ માટે ગઇ હતી, તેમને પણ ત્યાં એક ગુપ્ત કેમેરો મળી આવ્યો હતો. ઘટના ગોવાની હતી જેની પર બાદમાં જોરદાર બબાલ થઇ હતી.

English summary
A costume assistant was arrested in Mumbai on Saturday for allegedly shooting videos of a leading TV actress when she was in her changing room.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X