કેમેરા પાછળ શું કરતી હતી રામાયણની ટીમ, દીપિકાએ ટ્વીટ કરી જણાવ્યું
મુંબઈઃ દેશવ્યાપી લૉકકડાઉનને પગલે દર્શકોમાં મનોરંજન ધ્યાન ખેંચવા એકવાર ફરી રામાયણનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું. લોકોને શો એટલો પસંદ આવ્યો કે ડીડી નેશનલ પહેલા સ્થાને આવી ગયું. સો શરૂ થયા બાદથી લોકો સીરિયલ સાથે જોડાયેલ કહેલી-વણકહેલી વાતો જાણવા માંગે છે. સીરિયલ સાથે જોડાયેલ કલાકાર પણ કેટલાય દિલચસ્પ કિસ્સા જણાવી રહ્યા છે. આ દરમિયાન રામાયણમાં સીતાનો રોલ નિભાવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયાએ રામાયણના શૂટિંગ સમયે કેમેરા પાછળ શું-શું થતું તે અંગે લોકોને જણાવ્યું.

પડદા પાછળની તસવીરો શેર કરી
દીપિકા ચિખલિયાએ સોશિયલ મીડિયા પર રામાયણના શૂટિંગ દરમિયાન પડદા પાછળની તસવીરો શેર કરી છે. આ તસવીરમા દીપિકાની સાથે અરુણ ગોવિલ અને રામાનંદ સાગર પણ જોવા મળી રહ્યા છે. તસવીરને શેર કરતા દીપિકાએ કેપ્સનમાં લખ્યું કે, કેમેરા કે પીછે

તસવીરમાં કેટલાય કલાકારો જોવા મળી રહ્યા છે
તસવીરમાં રામાનંદ સાગર પૂસ્તક વાંચી દીપિકા અને અરુણ ગોવિલને કંઈક સમજાવી રહ્યા છે. આ ત્રણેની પાછળ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો રોલ નિભાવનાર કલાકાર ઉભા છે. તસવીરને જોઈ લાગે છે કે આ બધા જંગલમાં ઉભા છે.

હાલ ઉત્તર રામાયણ દેખાડવામાં આવી રહ્યું છે
જણાવી દઈએ કે દીપિકા શોના પ્રસારણ બાદથી જ રામાયણ સાથે જોડાયેલ કંઈકને કંઈક પોસ્ટ કરતી આવી રહી છે. 28 માર્ચથી ટીવી પર રામાયણનું પ્રસારણ ફરીથી શરૂ થયું હતું. રામાયણ પૂરું થયા બાદ હવે તેની આગળની કહાની ઉત્તર રામાયણ દેખાડવામાં આવી રહ્યું છે. રામાયણનો આખરી એપિસોડ ટેલીકાસ્ટ થયા બાદ અભિનેત્રીએ એક ભાવુક પોસ્ટ પણ કરી હતી.

દીપિકાની ભાવુક પોસ્ટ
દીપિકાએ પોસ્ટમાં લખ્યું હતું, આ ક્યારેય ખતમ નહિ થાય. આણે તમને જિંદગી જીવવાની રીત સીખવી છે. જિંદગી આવી રીતે જ આગળ વધતી જશે. ઘર પર જ રહો અને સુરક્ષિત રહો. પોતાની પોસ્ટમાં દીપિકાએ જ્યાં રામાયણથી મળેલી સીખને જીવનમાં ઉતારવાની વાત કહી હતી, તો ત્યાં લૉકડાઉન દરમિયાન ઘર પર રહેવાની વાત પણ કહી હતી. જાણકારી માટે જણાવી દઈએ કે દૂરદર્શન પર હાલ મહાભારત અને શક્તિમાન જેવા જૂના સીરિયલ્સ પણ જોવા મળી રહ્યા છે.
કોરોના વાયરસઃ ગુજરાતમાં ઉંચા મૃત્યુ દરનું ચીનના વુહાન સાથે કનેક્શન