• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રાને લઈને ટ્રોલ થઈ રહેલી ઉર્ફીએ હવે ટ્યૂબ ટૉપમાં શેર કર્યો ફોટો, કહ્યુ - છોકરીઓને આને પહેરીને વારંવાર...

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટીવી અભિનેત્રી અને બિગ બૉસ ઓટીટીનો હિસ્સો રહેલી ઉર્ફી જાવેદ છેલ્લા ઘણા દિવસોથી સતત ચર્ચામાં છે. હાલમાં જ તેના નાના ડેનિમ જેકેટની નીચેથી બ્રા દેખાતા ફોટા વાયરલ થયા હતા જેને લઈને તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી છે. આ ફોટાને લઈને તેને ટ્રોલ કરવાનુ હજુ ચાલુ જ છે ત્યાં તેણે ફરીથી પોતાના બીજા ફોટા શેર કર્યા છે જે વાયરલ થઈ ગયા છે.

કેપ્શને પણ ખેંચ્યુ ધ્યાન

કેપ્શને પણ ખેંચ્યુ ધ્યાન

ઉર્ફીએ ઈન્સ્ટાગ્રામ પર પ્રિન્ટેડ ક્રૉપ ટ્યૂબ ટૉપમાં પોતાના ફોટા શેર કર્યા છે. ફોટામાં ઉર્ફી પ્રિન્ટેડ ક્રૉપ ટ્યૂબ સાથે રેડ કલરની ધોતી સ્ટાઈલમાં સ્કર્ટમાં જોવા મળી રહી છે. ઉર્ફીએ આ ફોટો શેર કરીને એક ખાસ કેપ્શન લખ્યુ છે. ઉર્ફીએ લખ્યુ કે ટ્યૂબ ટૉપ પહેરીને મોટાભાગે છોકરીઓ શું કરે છે? વારંવાર એડજસ્ટ કરતી રહે છે.

ફેન્સને ગમી રહ્યા છે તેના ફોટા

ફેન્સને ગમી રહ્યા છે તેના ફોટા

ઉર્ફીએ આ ડ્રેસમાં પોતાના ઘણા ફોટા શેર કર્યા છે જેમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ઉર્ફીના આ ફોટા ફેન્સને ખૂબ ગમી રહ્યા છે. આ ફોટાઓ પર લાખો લાઈક આવી ચૂકી છે. ઉર્ફીએ હાલમાં જ બિકિનીમાં પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા હતા. ઉર્ફી બિકિની ફોટામાં પોતાનુ ટેટૂ પણ ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી. તેના આ ફોટાની પણ ઘણી ચર્ચા હતી.

ટ્રોલિંગનો કરવો પડ્યો સામનો

ટ્રોલિંગનો કરવો પડ્યો સામનો

ઉર્ફી જાવેદ હાલમાં જ એરપોર્ટ પર થોડા વિચિત્ર આઉટફિટમાં જોવા મળી હતી. ઉર્ફીએ જીન્સ અને ડેનિમ જેકેટ પહેર્યુ હતુ. જેકેટ વિચિત્ર રીતે કપાયેલુ હતુ જેનાથી તેણે પહેરેલી બ્રા સ્પષ્ટ દેખાતી હતી. તેણે બ્રા પણ એવી પહેરી હતી જે વચ્ચેથી ખુલેલી હતી. આનો વીડિયો સામે આવ્યા હાદ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી. ટ્રોલિંગ પર નારાજગી વ્યક્ત કરીને ઉર્ફીએ કહ્યુ હતુ કે લોકો તેના વિશે વાત કરવાના બદલે તેના આઉટફિટ વિશે જ વાતો કરતા રહે છે જે યોગ્ય નથી. તેણે કહ્યુ હતુ કે જો મારે શરીર બતાવવુ હોત તો હું કપડાં વિના જાત, આ રીતે બ્રામાં ન જાત.

બિગ બૉસમાંથી થઈ ગઈ બહાર

બિગ બૉસમાંથી થઈ ગઈ બહાર

બિગ બૉસમાંથી ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ બિગ બૉસ ઓટીટીનો હિસ્સો બની હતી પરંતુ 8માં દિવસે જ તે એક્ટીવ થઈ ગઈ. બિગ બૉસના ઘરમાં તેનુ દિવ્યા અગ્રવાલ અને જીશાન સાથેનો ઝઘડો ખૂબ ચર્ચામાં રહ્યો. ઉર્ફી બિગ બૉસના ઘરની બહાર આવ્યા બાદ પણ પોતાના નિવેદનો અને ડ્રેસ માટે સતત ચર્ચામાં છે.

ઘણા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે ઉર્ફી

ઘણા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે ઉર્ફી

ઉર્ફી જાવેજ ટીવી દુનિયાની લોકપ્રિય અભિનેત્રી છે અને ઘણી જાણીતા શોનો હિસ્સો રહી ચૂકી છે. ઉર્ફી જાવેદ ચંદ્ર નંદિની, મેરી દુર્ગા, બેપનાહ, જીજી મા અને ડાયન જેવા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને રોજ પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

યુપીની લખનઉની છે ઉર્ફી જાવેદ

યુપીની લખનઉની છે ઉર્ફી જાવેદ

ઉર્ફી જાવેદ લખનઉની રહેવાસી છે. લખનઉની સીએમએસ સ્કૂલમાંથી તેણે પોતાનો અભ્યાસ કર્યો ત્યારબાદ ઉર્ફીએ એમીટી યુનિવર્સિટીમાંથી માસ કમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. ત્યારબાદ તે કરિયર બનાવવા માટે દિલ્લી ગઈ. ઉર્ફીએ ગ્લેમરની દુનિયામાં જલ્દી પોતાનો રસ્તો બનાવી લીધો. ઉર્ફી જાવેદે 2016માં પોતાની એક્ટિંગની કરિયરની શરૂઆત કરી.

English summary
Urfi Javed share pics in tube top goes viral, post a message for girls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X