
Video: કપિલ શર્મા શોમાં અક્ષયે કોને અને કેમ કહ્યુ - 'ડાયપર પહેરીને શૂટિંગ કર'
નવી દિલ્લીઃ સોનીના સૌથી લોકપ્રિય શોમાંથી એક કપિલ શર્માનો રોમાંચ ચરમ પર છે. શનિવાર-રવિવાર રાતે પ્રસારિત થતા આ શોની દર્શકો આતુરતાથી રાહ જુએ છે. વળી, જ્યારે આ શોમાં અક્ષય કુમાર મહેમાન બનીને આવે ત્યારે એક અલગ જ વાત જોવા મળે છે. આ વખતે પણ રવિવારે શોમાં કંઈક એવુ જ થયુ, જેને જોઈને સહુ કોઈ થોડા ચોંકી પણ ગયા. શોમાં અક્ષય કુમારે કપિલ શર્મા સહિત શોના દરેક કલાકારની ક્લાસ પણ લીધી. જેને જોઈને સહુ કોઈ પેટ પકડીને હસવા લાગ્યા.

અક્ષય કુમારે બતાવ્યુ મેજિક
વાસ્તવમાં શોમાં અક્ષય કુમાર પોતાની ફિલ્મ અતરંગી રેના પ્રમોશન માટે અભિનેત્રી સારા અલી ખાન અને ડાયરેક્ટર આનંદ રાજ સાથે પહોંચ્યા હતા. શોની શરુઆથ અક્ષયના મેજિક શોથી થઈ. જેને જોઈને લોકોની આંખો ફાટી ગઈ અને ત્યારબાદ અક્ષયે શોમાં હોસ્ટ બનીને કપિલ શર્માને સ્ટેજ પર બોલાવ્યા, જેના પર કપિલે કહ્યુ કે મને તો લાગ્યુ જ નહિ કે આ મારો શો છે.

તમે વચન આપ્યુ હતુ કે...
ત્યારબાદ શોની મહત્વની કલાકાર ભૂરી અક્ષય કુમાર પાસે આવી અને કહ્યુ કે તમે વચન આપ્યુ હતુ કે તમે અમારા શોના બધા કલાકારોની ક્લાસ લેશે કારણકે આ બધા મને બહુ જ હેરાન કરે છે.

સૌથી પહેલા લીધી ચંદૂની ક્લાસ
જેના પર અક્ષયે કહ્યુ કે જરુર, અત્યારે જ લઉ છુ કલાસ અને ત્યારબાદ તેણે શોના બધા કલાકારો સપના, ચંદૂ, વકીલ સાહેબ અને ચાચાને સ્ટેજ પર બોલાવ્યા અને બધાને જોરદાર ધોયા પરંતુ તેણે જે વાતો ચંદૂને કહી તેને સાંભળીને બધા જોરદાર હસવા લાગ્યા. ચંદૂ ભૂરીની છેડતી કરી છે માટે ભૂરીએ સૌથી પહેલા તેની ક્લાસ લગાવડાવી. અક્ષય કુમારે ચંદૂને પાસે બોલાવ્યો અને પછી તેના અમુક વીડિયો ચલાવ્યા.

ડાયપર પહેરીને શૂટિંગ કર
આ વીડિયો શોના જ હતા જેમાં ચંદૂ ક્યારેક એના ડાયલોગ ભૂલી જાય છે અથવા ક્યારેક-ક્યારેક તે કંઈક વિચિત્ર બોલવા લાગે છે. આના પર અક્ષય કુમાર તેને કહે છે કે તુ આટલો ગભરાય છે કેમ? ક્યાંય ચંબલમાં શૂટિંગ કરે છે? એવુ કર જ્યારે પણ શૂટિંગ કરે ત્યારે ડાયપર પહેરીને કર. આટલુ સાંભળતા જ ચંદૂ સહિત સહુ કોઈ મોટે-મોટેથી હસવા લાગ્યા અને પબ્લિક જોર-જોરથી તાળીઓ પાડવા લાગી. ત્યારબાદ અક્ષય કુમાર બધા કલાકારોની જોરદાર ઠેકડી ઉડાડે છે અને કપિલને પણ કહે છે કે તુ પણ જરા ફ્લર્ટબાજી બંધ કરી દે.