બિગ બૉસ ફેમ સિદ્ધાર્થ શુક્લા-શહેનાઝ ગિલ મુંબઈ એરપોર્ટથી ચંદીગઢ ગયા એકસાથે, જુઓ Video
નવી દિલ્લીઃ બિગ બૉસની સિઝન 13ની ચર્ચિત જોડી સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલને મુંબઈ એરપોર્ટ પર એકસાથે ગુરુવારે(5 નવેમ્બરે) જોવામાં આવ્યા છે. સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ બંને મુંબઈથી ચંદીગઢ એક સાથે ગયા છે. બંનેનો મુંબઈ એરપોર્ટ પર એક સાથે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. બંનેને એકસાથે જોઈને શહેનાઝ અને સિદ્ધાર્થના ફેન્સ પણ ખુશ થઈ ગયા છે. વાયરલ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપીને કહ્યુ છે કે આ બંનેને એક સાથે જોવાની હંમેશા રાહ જોઈએ છીએ. બિગ બૉસ-13 દરમિયાન સિદ્ધાર્થ અને શહેનાઝની જોડી ઘણી ચર્ચામાં રહી હતી.

એરપોર્ટ પર એક જ કારથી આવ્યા સિદ્ધાર્થ અને શહેનાઝ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુરુવારે જોડી સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલને જોવામાં આવી. બંને એક જ કારથી ઉતરીને બહાર નીકળ્યા હતા. કોરોનાના કારણે બંનેએ માસ્ક પહેર્યુ હતુ પરંતુ મીડિયાના કેમેરાને જોઈને બંનેએ પોઝ આપ્યા. સિદ્ધાર્થે બ્લુ ટીશર્ટ અને જીન્સ પહેર્યુ હતુ. વળી, શહેનાઝે સલવાર કમીઝમાં દેખાઈ. બંનેને એકસાથે જોતા જ તેમના ફેન્સ એરપોર્ટ પર ફોટા લેવા સામે આવ્ય. જો કે સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલે એક સાથે પોઝ ન આપ્યો પરંતુ બંનેએ પોતાના ફેન્સનુ સ્માઈલ આપીને અભિવાદન કર્યુ. સિદ્ધાર્થ અને શહેનાઝને એક સાથે જોઈને ફેન્સના મનમાં એક વાર ફરીથી તેમના પ્રેમની વાતો ઘૂમવા લાગી છે.
ફેન્સે કહ્યુ - અમે તો આની જ રાહ જોતા હતા
વીડિયો પર પ્રતિક્રિયા આપીને ઘણા યુઝરે લખ્યુ છે કે બંનેને એકસાથે જોયાને ઘણો સમય થઈ ગયો હતો. એવુ લાગી રહ્યુ છે કે આજે સપનુ પૂરુ થઈ ગયુ છે. એક યુઝરે લખ્યુ છે કે મને તો આની જ રાહ હતી. વળી, એક યુઝરે લખ્યુ છે કે એવુ ના બને કે હું ખુશીથી પાગલ થઈ જાઉ. બંનેના વીડિયોને હેશટેગ સિડનાઝ સાથે પણ શેર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બિગ બૉસ સિઝન 13 દરમિયાન સોશિયલ મીડિયા પર હેશટેગ સિડનાઝ ટ્રેન્ડમાં આવ્યુ હતુ. આ હેશટેગ સાથે બંનેના વીડિયો અને ફોટો શેર કરવામાં આવતા હતા.

શહેનાઝ ગિલ પણ બિગ બૉસના ઘરમાં ગેસ્ટ બનીને આવી હતી
હાલમાં એ વિશે કંઈ જાણવા મળ્યુ નથી કે સિદ્ધાર્થ શુક્લા શહેનાઝ ગિલ સાથે ચંદીગઢ કેમ ગયા છે. બંનેના વર્કફ્રંટની વાત કરીએ તો તેમણે કોઈ પણ જોઈન્ટ પ્રોજેક્ટની ઘોષણા કરી નથી. બિગ બૉસ સિઝન 14માં સિદ્ધાર્થ શુુક્લા, ગોહર ખાન અને હિના ખાન સાથે સીનિયર તરીકે આવ્યા હતા. ગયા રવિવારે વીકેન્ડ કા વારમાં શહેનાઝ ગિલ પણ ઘરમાં ગેસ્ટ બનીને આવી હતી.
ઇરોસ પર એક્શન થ્રિલરથી ભરપૂર 'સૂર્યાંશ' 6 નવેમ્બરે સ્ટ્રીમ