• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિગ બૉસ 7 : ફાઇલનના ત્રણ દિવસ પહેલા જ ઍન્ડી આઉટ

|

લોનાવાલા, 26 ડિસેમ્બર : કલર્સ ચૅનલ પર પ્રસારિત થતા વિવાદાસ્પદ ટેલીવિઝન રિયલિટી શો બિગ બૉસ 7 હવે તેના આખરી તબક્કામાં છે. શોના ફિનાલે વચ્ચે બસ હવે ત્રણ જ દિવસ બાકી છે. ફાઇનલમાં અત્યાર સુધી પાંચ સ્પર્ધકો અડીખમ હતાં, પરંતુ ફાઇનલના ત્રણ દિવસ પહેલા વીજે ઍન્ડીનું એવિક્શન થઈ ગયું છે. ઍન્ડીને મિડ વીકમાં જ એલિમિનેટ કરી દેવાયાં છે.

ગ્રાન્ડ ફિનાલેથી માત્ર ત્રણ દિવસ પહેલા જ વીજે ઍન્ડી શોમાંથી બહાર થઈ ગયાં છે. કોઈને પણ અપેક્ષા નહોતી કે ઍન્ડી શોમાંથી બહાર થઈ જશે. તેમને બિગ બૉસ 7નના એક મજબૂત સ્પર્ધક તરીકે જોવાતા હતાં. તેમના ફૅન્સની સંખ્યા પણ બહુ વધારે હતી. ઍન્ડીનું એવિક્શન મિડ વીકમાં થતાં ફૅન્સ નિરાશ થઈ ગયાં છે.

જોકે વીજે ઍન્ડી અગાઉ આ સીઝનના વધુ એક સ્પર્ધક કુશાલ ટંડન પણ મિડ વીકમાં જ બિગ બૉસ હાઉસમાંથી આઉટ થયા હતાં. ઍન્ડી આઉટ થતા હવે શોમાં માત્ર ગૌહર ખાન, એજાઝ ખાન, તનીષા મુખર્જી અને સંગ્રામ સિંહ જ બચ્યાં છે. શોનું ગ્રાન્ડ ફિનાલે આગામી 29મી ડિસેમ્બરે રવિવારે યોજાનાર છે.

English summary
Just three days before the grand finale of 'Bigg Boss - Saath 7', VJ Andy was evicted from the popular reality show.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X