કોણ છે Big Boss 13 Winner સિદ્ધાર્થ શુક્લા, જીત બાદ શેર કર્યો વીડિયો
મુંબઈઃ કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બૉસ 13ના વિજેતા ઘોષિત કરી દીધા છે. જ્યારે આસિમ રિયાજ બીજા નંબર પર રહ્યા જ્યારે શહનાજ ગિલ તો આખી સીઝન દરમિયાન સિદ્ધાર્થના બહ નજીક ત્રીજા નંબર પર રહી. દર્શકોના વોટના આધારે સિદ્ધાર્થ શુક્લાને આ સીઝનના વિજેતા ઘોષિત કરી દેવામાં આવ્યા. સિદ્ધાર્થે દર્શકોને સૌથી વધુ એન્ટરટેઈન કર્યા. પછી તે શહનાજ સાથેની તેમની દોસ્તી હોય કે રશ્મિ અને આસિમ સાથે તેમનું મહાભારત. લોકોએ સિદ્ધાર્ને ખુબ પસંદ કર્યો અને તેને સૌથી વધુ વોટ આપી Big Boss 13 Winner બનાવી દીધો છે. ટીવીનું જાણીતું નામ સિદ્ધાર્થ શુક્લા માત્ર પોતાના પ્રોફેશનલ લાઈફમાં જ નહિ બલકે પોતાની અંગત જિંદગીમાં પણ કેટલાય કારણોસર ચરચામાં રહ્યો છે. આવો જાણીએ સિદ્ધાર્થ શુક્લા વિશે કેટલીક ખાસ વાતો...

સિવિલ એન્જીનિયર અને ઈન્ટેરિયર ડિઝાઈનર રહી ચૂક્યા છે સિદ્ધાર્થ
સિદ્ધાર્થ શુક્લાનો જન્મ 12 ડિસેમ્બર 1985ના રોજ મુંબઈમાં થયો હતો. મૂળરૂપે તે અલ્હાબાદનો રહેવાસી છે. તેમના પરિવારમાં તેમની મા સિવાય તેમની બે મોટી બહેનો છે. તેમણે સિવિલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આની સાથે જ સિદ્ધાર્થે ઈન્ટેરિયર ડિઝાઈનિંગનો કોર્સ પણ કર્યો છે.

નશાની ખરાબ આદતને કારણે ખરાબ સમય જોયો
મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીવીનો જાણીતો ચહેરો સિદ્ધાર્થ શુક્લા નશેળી થઈ ગયો હતો. એક સમય હતો જ્યારે સિદ્ધાર્થ નશાનો એડિક્ટ થઈ ગયો હતો. પોતાની નશાની લત છોડવા માટે સિદ્ધાર્થ 2 વર્ષ સુધી રિહાબ સેન્ટરમા પણ રહ્યો હતો. શો દરમિયાન ભાઉ અને રશ્મિને પણ આ કહેતા સાંભળવામાં આવ્યા, જેમા ભાઉએ કહ્યું કે સિદ્ધાર્થ શુક્લા 2 વર્ષ સુધી રિહાબ સેન્ટરમાં રહ્યો છે, જેના પર રશ્મિએ પણ હામી ભરતા કહ્યું હતું કે આ હા મેં પણ આ વાત સાંભળી છે.

સ્પોર્ટ્સના શોકીન
શરૂઆતથી જ સિદ્ધાર્થની સ્પોર્ટ્સમાં રૂચી રહી છે. તેઓ ટેનિસ અને ફુટબોલના શોકીન છે અને સારા ખેલાડી પણ છે. તેમનું કદ કાઠી જોઈ દોસ્તોએ તેને મોડલિંગની સલાહ આપી હતી. સિદ્ધાર્થે 2008માં પોતાના ટીવી કરિયરની શરૂઆત કરી. જે બાદ એક પછી એક હિટ શો આપનાર સિદ્ધાર્થ લોકોના દિલમાં છવાઈ ગયા. વર્ષ 2013માં સૌથી પોપ્યુલર શો આનંદીમાં સિદ્ધાર્થની એન્ટ્રી થઈ હતી, જે બાદ સિદ્ધાર્થને ઘણો ફેમ મળ્યો. સિદ્ધાર્થે ધર્મા પ્રોડક્શનની ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં સિદ્ધાર્થના રોલ માટે તેના બારે વખાણ થયાં હતાં.
|
ફેન્સ માટે વીડિયો શેર કર્યો
બિગ બૉસ શો જીત્યા બાદ સિદ્ધાર્થે પોતાના ફેન્સ માટે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે પોતાના ફેન્સને હંમેશા સાથે અને પ્યાર આપવા માટે શુક્રિયા કહ્યું છે. તેમણે આ બાદ પોતાની મા અને બહેન સાથે પણ ફોટો શેર કર્યો છે. તેમણે ફોટો શેર કરતા લખ્યું- એ ખાસ લોકો સાથે ફોટો જેમાંથી એકે તેમને જન્મ આપ્યો તો બીજાએ જિંદગીમાં કંઈક ખાસ વાતો સિખવી.