• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 કારણો : જાણો કઈ રીતે રમન-ઇશિતા બની ગયાં નાના પડદાના રાજ-સિમરન?

|

અમદાવાદ, 20 ડિસેમ્બર : રમન કુમાર ભલ્લા તથા ઇશિતા ઐયરની મોહબ્બતેંને એક વર્ષ થઈ ગયું. એમ તો એકતા કપૂર નાના પડદાના મહારાણી છે અને ડેલી સોપમાં તેમની સામે દૂર-દૂર સુધી કોઈ ટકી શકે તેમ નથી. લોકો તેમની સીરિયલોની કેટલીય મજાક ઉડાવે, પણ તે જ લોકો તેમની સીરિયલોને ચુપચાપ લપાઈ-છુપાઈને Awwwwwww ધરાવતા એક્સપ્રેશન સાથે જોતા ઝડપાઈ જાય છે. ગત વર્ષે એકતા કપૂરે એક હટકે લવ સ્ટોરી લૉન્ચ કરી કે જેનું નામ છે યે હૈ મોહબ્બતેં.

બસ, લોકો આ સીરિયલના દીવાના બની ગયાં. ઘણા કારણો હતાં. દિવ્યંકા ત્રિપાઠીને ફરી એક વાર જોવું, કસ્તૂરી બાદ કરણ પટેલ આવા રોલમાં બીજી વખત દેખાયા, રીમિક્સ વાળા રાજ સિંહ અરોરા મોટા થઈ ગયાં અને એક ક્યૂટ બાળ એક્ટર અનીતા હંસનંદાનીનું રૂહી તરીકે શાનદાર કમબૅક વિગેરે વિગેરે... ધીમે-ધીમેલોકો ઇશિતા અને રમનની કેમેસ્ટ્રીના દીવાના બની ગયાં. એવી જોડી કે જેમાં પ્રેમ હતો, પરંતુ એક-બીજાના પરિવાર માટે, મૈત્રી થઈ, તો બાળકો માટે અને જેમણે શીખવાડ્યું કે પ્રેમ કરતા વધુ મહત્વનું છે કોઇક સંબંધનું સન્માન.

જોવા જઇએ તો રમન-ઇશિતાની જોડી એક જ વર્ષમાં નાના પડદાની રાજ-સિમરનની જોડી બની ગઈ. હા જી, એ જ રાજ-સિમરન એટલે કે શાહરુખ ખાન અને કાજોલની જોડી કે જે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મમાં હતી.

ચાલો જોઇએ કેવી રીતે રમન-ઇશિતા બન્યાં નાના પડદાના રાજ-સિમરન :

ફૅમિલી ફર્સ્ટ

ફૅમિલી ફર્સ્ટ

કારણ કે તેમનો પ્રેમ નથી લૈલા-મજનૂનો રોમાંસ કે નથી પહેલી નજરનો પ્રેમ. તેમને પોતાના રોમાંસ કરતા પોતાની ફૅમિલીની વધુ ચિંતા છે. તેમના માટે પરિવાર સાથે પ્રેમ પોતાના રોમાંસ કરતા વધુ જરૂરી છે.

છુપાના ભી નહીં આતા

છુપાના ભી નહીં આતા

કારણ કે હંમેશા તેઓ એક-બીજા સામે પોતાનું પોપટ બનાવી લે છે અને ક્યારેય એક-બીજા સાથે ચાહીને પણ મીન નથી થઈ શકતાં. તેમને હંમેશા એ વ્યક્ત કરવાનું હોય છે કે તેમને ફરક નથી પડતો, પણ સૌ જાણે છે કે ફરક પડે છે.

લગ્ન બાદ પણ બ્લશ

લગ્ન બાદ પણ બ્લશ

જ્યારે પણ રમન-ઇશિતા એક-બીજાને કૉમ્પ્લીમેંટ કરે છે, ત્યારે શરમાવા લાગે છે અને દર્શકો કરે છે Awwwww. તો બેઝિકલી તેમને જેટલો એક-બીજા સાથે પ્રેમ છે, તેટલો જ દર્શકોને તેમના પ્રેમ સાથે પ્રેમ છે.

બેસ્ટ ફ્રેંડ્સ

બેસ્ટ ફ્રેંડ્સ

તેમને દરેક તે કામ કરતા આવડે છે કે જે બે મિત્રો કરે છે. એક-બીજાનું ધ્યાન રાખવું, લડવું-ઝગડવું, પાર્ટી કરવું, ડાન્સ કરવો, સરપ્રાઇઝો આપવી... ઇન શૉર્ટ બધું...

ઝગડો ફૅવરિટ પાસટાઇમ

ઝગડો ફૅવરિટ પાસટાઇમ

રમન-ઇશિતાને ઝગડો કરવામાં બહુ મજા આવે છે. એક-બીજાને ટોંટ મારવા માટે તેઓ સ્પેશિયલી રિસર્ચ કરે છે. ઇશિતાના રાવણ કુમારથી માંડી તેમની ગાંડી મદ્રાસણ સુધી સૌને તેમના તાણાઓથી પણ પ્રેમ છે.

સૉરી

સૉરી

હવે એટલા પ્રેમથી... આટલું ક્યૂટ્લી કોઈ સૉરી બોલે, તો તેની સાથે પ્રેમ કઈ રીતે ન થાય? અને આમનું આ સૉરી, થૅંક યૂ... દરેક એપિસોડમાં બે-ત્રણ વાર તો ચોક્કસ જ હોય છે.

કુછ કુછ હોતા હૈ, પણ...

કુછ કુછ હોતા હૈ, પણ...

તેમને નથી છુપાવતા આવડતું કે નથી વ્યક્ત કરતાં. તેઓ એક-બીજાને પ્રેમ કરે છે, પણ કહેતા નથી અને કદાચ આ જ તેમના રોમાંસનો બેસ્ટ પાર્ટ છે, કારણ કે કેટલીક બાબતો કહ્યા વગર જ બેસ્ટ લાગે છે.

રોમાંટિક મોમેંટ નહોતી

રોમાંટિક મોમેંટ નહોતી

તેમની પાસે કોઈ રોમાંટિક મોમેંટ નહોતી લોકોને બતાવવા માટે... બસ તેમણે રોમાંટિક મોમેંટ બનાવી લીધી... તે પણ એકદમ રાજ-સિમરન સ્ટાઇલમાં... અને તેઓ બંને જ સુપર ક્યૂટ લાગ્યાં...

કભી ખુશી કભી ગમ

કભી ખુશી કભી ગમ

રમન-ઇશિતાની લાઇફમાં દરરોજ કોઈને કોઈ નવી મુશ્કેલી આવી જાય છે, પણ તેઓ એક-બીજાનો સાથ નથી છોડતાં... દરેક મુશ્કેલીમાં સાથે રહે છે... હંમેશા એન્ડ ફૉરેવર ટાઇપ્સ...

ડબલ ડોઝ

ડબલ ડોઝ

હમ એક હી બાર જીતે હૈં, એક હી બાર મરતે હૈંઔર પ્યાર ભી એક બાર હોતા હૈ ઔર શાદી, વો ભી એક હી બાર હોતી હૈ... રમન-ઇશિતાના કેસમાં દરેક બાબતનો ડબલ ડોઝ છે...

વ્હાલી રૂહી

વ્હાલી રૂહી

આ બોનસ બૉઇંટ રૂહી માટે... તેની શરારતોથી માંડી દાદી અમ્મા ડાયલૉગ્સ સુધી બધુ લોકોને ગમે છે, તે પપ્પા કરતા મમ્મીને વધુ પ્રેમ કરે છે અને પપ્પાને પણ આ વાત સામે કોઈ વાંધો નથી... ક્યૂટેસ્ટ કપલ થયા કે નહીં રમન-ઇશિતા... અને ક્યૂટેસ્ટ તો એક જ છે... શાહરુખ અને કાજોલ એટલે કે રાજ-સિમરન...

English summary
They are cute , adorable and youll fall in love with everything they do. Star Plus Yeh hai Mohabbatein stars Karan and Divyanka hit the romantic notes just the Shahrukh Kajol way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more