તો શું બિગ બોસ 13 માં દેખાશે આ 20 સ્ટાર્સ? ચોંકાવનારા નામ
ટીવીના સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસ 13ની શરૂઆત માત્ર ત્રણ મહિનામાં થવાની છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં તમારી ટીવી સ્ક્રીન પર ફરી એકવાર એક સાથે સંખ્યાબંદ સ્ટાર્સ બિગ બોસના ઘરમાં ફરતા દેખાશે. દરેક વખત કરતા આ વખતની સિઝન ઘણી જુદી હશે. એવા સમાચાર છે કે આ વખતે આમ આદમીને હટાવીને ગેમનું આખું ફોકસ ફક્ત સેલિબ્રિટી પર રાખવામાં આવશે. જેવું બિગબોસની શરૂઆતની સિઝનમાં હતું. સાથે જ આ વખતે બિગબોસનો સેટ લોનાવાલાના બદલે ફિલ્મ સિટીમાં બનાવાયો છે.
એટલું જ નહીં ચર્ચા એવી પણ છે કે આ વખતે સલમાન ખાન એકલા નહીં પરંતુ કોઈ ટોપ એક્ટ્રેસ સાથે શો હોસ્ટ કરતા દેખાશે. આમ તો આ શોને લઈ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે પરંતુ સૌથી વધુ રસપ્રદ હોય તો તે છે કન્ટેસ્ટન્ટના નામ.
તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધી બિગ બોસ 13ને લઈ 20 સ્ટાર્સના નામ સામે આવ્યા છે. આ સ્ટાર્સ એવા છે જે છેલ્લા 2 વર્ષમાં જુદા જુદા કારણોસર ચર્ચામાં રહ્યા છે. એવામાં મેકર્સે આ તમામને શોમાં કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ કરવાનું આયોજન કર્યું છે. ચાલો તમને પણ જણાવીએ 20 સ્ટાર્સના નામ...

બોક્સર વિજેન્દ્ર સિંહ
મળતી માહિતી અનુસાર આ શો માટે વિજેન્દ્ર સિંહને એપ્રોચ કરવામાં આવ્યા છે

દયાનંદ શેટ્ટી
CIDથી લોકપ્રિય થઈ ચૂકેલા દયાનંદ શેટ્ટીનું નામ પણ ચર્ચામાં છે.

ઝરીન ખાન
સલમાન ખાન સાથે વીર ફિલ્મથી ડેબ્યુ કરનારી ઝરીન ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. જો કે તે આ વાતને ખોટી ગણાવી ચૂકી છે.

ચંકી પાંડે
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લિસ્ટમાં ચંકી પાંડેનું નામ પણ સામેલ છે.

રાજપાલ યાદવ
દગાબાજીના કેસમાં જેલ જઈ આવેલા કોમેડિયન રાજપાલ યાદવનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

વરીના હુસૈન
વરીના હુસૈન પણ આ વખતે શોમાં દેખાઈ ચૂકે છે. તે લવરાત્રિ ફિલ્મથી ડેબ્યુ કરી ચૂકી છે.

દેવોલીના ભટ્ટાચાર્ય
ટીવીની ગોપી બહુ દેવોલીના ભટ્ટાચાર્જીનો પણ આ શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

અંકિતા લોખંડે
બિગ બોસ 13 માટે અંકિતા લોખંડેનું નામ પણ લિસ્ટમાં સામેલ છે.

રાકેશ વશિષ્ઠ
ટીવીના લોકપ્રિય ફેસ રાકેશ વશિષ્ઠનું નામ આ શો સાથે જોડાઈ રહ્યું છે.

હિમાંશ કોહલી
સિંગર નેહા કક્કડના બોયફ્રેન્ડ રહી ચૂકેલા હિમાંશ કોહલીનું નામ પણ શો સાથે જોડાઈ શકે છે.

મેઘના મલિક
ટીવી શો ના આના ઈસ દેશ મેરી લાડોથી લોકપ્રિય થઈ ચૂકેલા અમ્માજી ઉર્ફે મેઘના મલિકને પણ આ શો માટે એપ્રોચ કરવામાં આવ્યા છે

કરણ વોહરા
ટીવી શો કૃષ્ણા ચલી લંડન ફેમ સ્ટાર કરણ વોહરા પણ આ શોમાં સામેલ થઈ શકે છે.

રણવિજય સિંહ
એવી પણ ચર્ચા છે કે MTV રોડીઝના જજ અને હોસ્ટ રણવિય સિંહને પણ બિગ બોસ 13 માટે એપ્રોચ કરાયો છે.

વિવેક દહિયા
યે હૈ મહોબ્બતે ફેમ વિવેક દહિયાને પણ આ વખતે શોમાં કન્ટેન્સ્ટન્ટ તરીકે એન્ટ્રી મળી શકે છે.

અનેરી વજાની
ગત વર્ષની જેમ આ વખતે પણ અનેરી વજાનીનું નામ કન્ટેસ્ટન્ટના લિસ્ટમાં સામેલ છે.

મહિમા ચૌધરી
એક્ટ્રેસ મહિમા ચૌધરીનું નામ પણ બિગ બોસ 13ના કન્ટેસ્ટન્ટ તરીકે લેવાઈ રહ્યું છે.

મહાક્ષય
મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય પણ સલમાન ખાનના શોનો હિસ્સો બની શકે છે.

સોનલ ચૌહાણ
મળતી માહિતી અનુસાર સોનલ ચૌહાણને પણ આ શો માટે એપ્રોચ કરવામાં આવી છે

સિદ્ધાર્થ શુક્લા
ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લા પણ આ શોમાં દેખાય તેવી સંભાવના છે.

ફૈજી બુ
મેકઅપ આર્ટિસ્ટ ફૈજી બુને પણ બિગ બોસની 13મી સિઝન માટે એપ્રોચ કરાયો છે.