For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગ કપિલ શર્માના લગ્ન, જાણો કેવી રીતે?

કપિલના લગ્નને યુટ્યુબ પર લાઈવ જોઈ શકાશે જેના માટે મુંબઈથી ટીમ જલંધર પહોંચી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

કોમેડીના બાદશાહ કપિલ શર્મા 12 ડિસેમ્બરે પોતાની પ્રેમિકા ગિન્ની ચતરથ સાથે જલંધરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ ચૂકેલ કપિલના જીવનમાં લાંબા સમય બાદ ખુશીઓ આવી છે. જેને કપિલ અને ગિન્ની બંને હાથોથી સમેટવા માંગે છે અને આ જ કારણે ગિન્નીના ઘરે લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અત્યારે બંનેના ઘરોમાં લગ્નની રસમો શરૂ થઈ ચૂકી છે. કપિલના લગ્નમાં ઘણી જાણીતી હસ્તીઓ શામેલ થવાની આશા છે.

આ પણ વાંચોઃ Video: ઈશા અંબાણીના સંગીતમાં શાહરુખ, આમિર, ઐશ્વર્યા, સલમાન બધા એકસાથે નાચ્યાઆ પણ વાંચોઃ Video: ઈશા અંબાણીના સંગીતમાં શાહરુખ, આમિર, ઐશ્વર્યા, સલમાન બધા એકસાથે નાચ્યા

હવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગના લગ્ન

હવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગના લગ્ન

કપિલના ફેન્સે નિરાશ થવાની જરૂર નથી કારણકે તે લોકો ભલે કપિલના લગ્નમાં ન શામેલ થઈ હોય પરંતુ તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કપિલના ચાહનારા કપિલના લગ્નને લાઈવ જોઈ શકશે. આ લગ્નને યુ ટ્યુબ પર લાઈવ જોઈ શકાશે. જેના માટે એક ટીમ લાઈવ પ્રસારણ માટે મુંબઈથી જલંધર આવી રહી છે.

લાઈવપ્રસારણ યુ-ટ્યુબ તરફથી

લાઈવપ્રસારણ યુ-ટ્યુબ તરફથી

લાઈવ પ્રસારણને સિક્યોર પણ રાખવાની તૈયારી કરી દેવામાં આવી છે જેથી વીડિયો ડાઉનલોડ ન કરી શકાય. આ જાણકારી કપિલના દોસ્ત રંધાવાએ એક વીડિયો દ્વારા આપી છે. આ ઉપરાંત કપિલે પોતાના લગન્ની ફોટોગ્રાફી માટે દીપ ક્લિક્સ નામની કંપનીને બધા અધિકાર આપી છે. કપિલ-ગિન્નીના મહેમાનોને પણ લગ્નના ફોટા ક્લિક કરવાની મંજૂરી નથી.

ગિન્ની ખૂબ આધ્યત્મિક છેઃ કપિલ

ગિન્ની ખૂબ આધ્યત્મિક છેઃ કપિલ

લાંબા સમયથી મીડિયાથી દૂર રહેતા કપિલે હાલમાં જ બોમ્બો ટાઈમ્સ સાથે ખાસ વાત કરી હતી. આ દરમિયાન પોતાની ભાવિ પત્ની ગિન્ની સાથે પણ હતી. જેના વિશે કપિલે કહ્યુ કે તે ખૂબ જ આધ્યત્મિક છે. તેના પૂજા પાઠની જ અસર છે કે આજે હું ઠીક છુ. હું તેની દરેક વાત માનીશ કારણકે મને ખબર છે કે તે સાચી હોય છે, મારા માટે તે દુઆ માંગે છે. મારા ભલા માટે તે હંમેશા આસપાસ રહે છે.

જે મેળવ્યુ તે જ પાછુ આપ્યુ છેઃ ગિન્ની

જે મેળવ્યુ તે જ પાછુ આપ્યુ છેઃ ગિન્ની

જેના પર ગિન્નીએ કહ્યુ કે મે આજે જે કંઈ પણ કર્યુ છે તે પોતાના માટે કર્યુ છે. મે એ જ પાછુ આપવાની કોશિશ કરી જે મે કપિલ પાસેથી મેળવ્યુ હતુ. ગિન્નીએ કહ્યુ કે કપિલ ખૂબ જ કેરિંગ, ઈમોશનલ અને પ્રેમાળ છે. તેણે મને ખૂબ પ્રેમ આપ્યો. મે બસ એ જ આપવાની કોશિશ કરી.

આ પણ વાંચોઃ 'હું અને અનુપ પ્રેમી-પ્રેમિકા નથી, જે કહ્યુ તે ખોટુ હતુ': જસલીન મથારુઆ પણ વાંચોઃ 'હું અને અનુપ પ્રેમી-પ્રેમિકા નથી, જે કહ્યુ તે ખોટુ હતુ': જસલીન મથારુ

English summary
you can now watch kapil sharma getting married live on youtube
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X