• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિવ્યેંદુએ કહ્યું મિરઝાપુર 2માં નવા શેડ્સ સાથે જૂનો મુન્ના ભૈયા જોવા મળશે

|

મુંબઈઃ ધમાકેદાર વેબ સિરીઝ મિરઝાપુર 2 આગામી 23 ઓક્ટોબરે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવા જઈ રહી છે. પહેલા પાર્ટનો અંત ઘણો શોકિંગ રહ્યો, બિટ્ટુ અને સ્વિટીની હત્યા કરી મુન્નો રિસેપ્શનમાંથી ભાગી જાય છે. ત્યારે જખમી હાલતમાં ગોલુ અને ગુડ્ડુ માંડ માંડ બચી શકે છે. કાલિન ભૈયાએ ગુડ્ડુ અને બિટ્ટુનો ડેથ વોરન્ટ સાઈન કર્યો હોવાથી હવે બીજી સીઝનમાં ગુડ્ડુ સીધી રીતે ત્રીપાઠીઓ પર આક્રમક થઈ શકે છે. મિરાઝાપુર 2 જોવા માટે હજારો દર્શકો આતુર છે. ત્યારે અમે દિવ્યેંદુ શર્મા એટલે કે મિરઝાપુરના મુન્ના ભૈયાનું ઈન્ટર્વ્યૂ કર્યું છે, જેમણે મિરઝાપુર શો વિશે, પોતાના કરિયર વિશે કેટલીય વાતો કરી, આવો તે જાણીએ...

લગ્નમાં ટ્રેજેડી

લગ્નમાં ટ્રેજેડી

જ્યારે મુન્નાભૈયાને પૂછવામાં આવ્યું કે તમને લગ્ન પ્રસંગોથી કંઈ પ્રોબ્લેમ છે? જ્યાં લગ્નમાં જાઓ વરરાજાને પતાવી દો છો.

જેના જવાબમાં દિવ્યેંદુ શર્માએ કહ્યું કે, ના મને તો લગ્નમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ કદાચ અમારા સ્ક્રીપ્ટ રાઈટર પુનિત ક્રિશ્નાને છે, આ બધું એમણે રચેલું છે જે અમે કેરેક્ટર બનીને પૂરું કરીએ. તેમણે એવા જ પ્રકારની રચના કરી કે પહેલી સીઝનની શરૂઆત પણ લગ્નથી થઈ અને અંત પણ લગ્નએ જ થયો.

વેબ સીરીઝ અને ફિલ્મોમાં શું તફાવત?

વેબ સીરીઝ અને ફિલ્મોમાં શું તફાવત?

જ્યારે પૂછવામાં આવ્યું કે તમે થિયેટર કર્યાં, મૂવી કર્યાં અને હવે વેબ સીરિઝ પણ કરી રહ્યા છો તો તમને સૌથી વધુ કામ કરવાની મજા કેમાં આવે છે?

જેના જવાબમાં દિવ્યેંદુ શર્માએ કહ્યું કે, એવો કોઈ તફાવત નથી હોતો, જો આપણે વર્કિંગ અપ્રોચની વાત કરીએ તો અપ્રોચ સરખો જ રહે છે, વેબ સીરીઝમાં અમારી પાસે સમય વધુ હોય છે તે સારી બાબત હોય છે, જ્યારે ફિલ્મ તમારે દોઢથી 2 કલાકમાં પૂરી કરવાની હોય છે. વેબ સીરીઝમાં માત્ર મેન લીડને જ મહત્વ નથી મળતું નાના-નાના કેરેક્ટરની પણ એક સ્ટોરી હોય છે જે બહુ મજેદાર વાત છે.

વધુ ફેમ શામાંથી મળ્યો?

વધુ ફેમ શામાંથી મળ્યો?

જ્યારે પૂછવામાં આવ્યું કે તમને ફિલ્મોથી વધુ ફેમ મળ્યો કે વેબ સીરીઝથી?

જેના જવાબમાં દિવ્યેંદુ શર્માએ કહ્યું કે, હું તો લકી રહ્યો છું, મારી શરૂઆત ફિલ્મોથી થઈ હતી, મને લિક્વિડથી જે ફેમ મળ્યો તે અનમેચ છે, કેમ કે પહેલાની ફિલ્મમાં આટલો પ્રેમ મળવો, અવોર્ડ મળવા એ એક રીતે સારી બાબત છે અને પછી મિરઝાપુરમાં આવીને વેબ સીરીઝમાંથી પણ મળ્યો છે. અને હું કદાચ એવો લકી માણસ છું જેને લોકોએ ફિલ્મો અને વેબ સીરીઝ બંનેમાં પસંદ કર્યો છે.

મિરઝાપુર સીઝન 3 આવશે?

મિરઝાપુર સીઝન 3 આવશે?

જ્યારે પૂછવામાં આવ્યું કે આગળનો શું પ્લાન છે? મિરઝાપુર 2માં જ મિરઝાપુરના કિંગ બની જશો કે મિરઝાપુર 3 માટે રાહ જોવી પડશે.

જેના જવાબમાં દિવ્યેંશુ શર્માએ કહ્યું કે- બિલકુલ મિરઝાપુર 2માં જ કિંગ બની જઈશ ત્યારે પણ મિરઝાપુર 3 પણ આવશે.

મિરઝાપુર 2માં મુન્નાભૈયાના કેરેક્ટરમાં બદલાવ આવશે?

મિરઝાપુર 2માં મુન્નાભૈયાના કેરેક્ટરમાં બદલાવ આવશે?

જ્યારે પૂછવામાં આવ્યું કે મુન્નાભૈયા જેવી રીતે એક પછી એક કેરેક્ટરને ઉડાવી રહ્યા છે એને જોતા નથી લાગતું કે મિરઝાપુર 3માં કોઈ બચશે.

જેના જવાબમાં મુન્નાભાઈએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, ના યાર સીઝન 2માં તો હું બધાને પ્રેમ કરવા વાળો, ભોળો, ડાહ્યો છોકરો બની જઈશ, સાથે જ એમ પણ કહ્યું કે નવી સીઝનમાં તમને નવા શેડ્સ પણ જોવા મળશે અને જૂનો મુન્નો પણ જોવા મળશે.

મિરઝાપુર પરિવારની કહાની

મિરઝાપુર પરિવારની કહાની

દિવ્યેંશુ શર્માએ કહ્યું કે, મિરઝાપુરમાં ગમે તેટલું વાયલન્સ હોય, ડાર્ક હોય મિરઝાપુર એક રીતે પરંતુ અંદરની જે કહાની છે એતો પરિવારની જ એક કહાની છે જેથી લોકોએ વધુ પસંદ કરી છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે મિરઝાપુર સિવાય અન્ય એકેય પ્રોજેક્ટ પર કામ ચાલુ છે?

જેના જવાબમાં દિવ્યેંદુ શર્માએ કહ્યું કે- હા, એક બિચ્છુ કા ખેલ છે, એક ફિલ્મ આવશે જેનું નામ છે મેરે દેશ કી ધરતી છે. આ સિવાય અન્ય કેટલાક પ્રોજેક્ટો પર પણ કામ ચાલુ થશે.

બિગ બૉસ ફેમ સના ખાને છોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, કહ્યુ - અલ્લાહ મને રસ્તો બતાવે

જણાવી દઈએ કે દિવ્યેંદુ શર્મા આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે, જેનું શૂટિંગ હાલમાં જ ઓક્ટોબરમાં શરૂ થનાર છે અને ડિસેમ્બર 2020 સુધી આ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું થઈ જાય તેવી અપેક્ષા છે.

તો આ હતા મિરઝાપુરના પ્રિન્સ મુન્નાભૈયા, જેમણે કહી દીધું કે મિરઝાપુર 2 જોવાની મજા આવશે તો તેમાં બીજું કશું કહેવાનું રહેતું જ નથી. 23 ઓક્ટોબરે મિરઝાપુર 2 એમેઝોન પ્રાઈમ પર રીલીઝ થવાની છે. મિરઝાપુર 2 વિશેના વધુ સમાચારો માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.

English summary
Divyendu Sharma says you will see old Munna Bhaiya with new shades in Mirzapur 2 in an exclusive interview
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X