વેબસીરીઝ માટે કન્ટેન્ટ સર્ટિફિકેશન વિશે વિચારી રહી છે સરકાર
વેબસીરીઝ એટલે કે ઓટીટી પ્લેટફોર્મ પર જોવાતા વિડિયો કન્ટેન્ટની સેન્સરશિપ પર સવાલ ઉઠાવનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. એમાં કોઈ શંકા નથી કે ક્રિયેટીવીટીના નામે પ્રોડ્યુસર્સ નોટો છાપી રહ્યા છે અને યુઝર્સ પણ ફ્રીડમ ઓફ એડલ્ટહુડના નામે વેબસીરીઝ પર પિરસાતી ગાળાગાળી અને અભદ્રતાની મજા માણી રહ્યા છે. જો કે વેબસીરીઝ પર વધતી અભદ્રતા અને ગાળાગાળીના વિરોધ બાદ આઈબી મિનિસ્ટ્રી ઓનલાઈન કન્ટેન્ટના સર્ટિફિકેશન પર વિચાર કરી રહી છે.
ઓવર ધ ટૉપ એટલે કે ઓટીપી પ્લેટફોર્મ દ્વારા ક્રિએટીવીટી પીરસવાની શરૂઆત ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર ફેમ નિર્દેશક અનુરાગ કશ્યપથી થઈ. જેની વેબસીરીઝનું નામ હતુ સેક્રેડ ગેમ્સ. ત્યાર બાદ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ હાઈ મિર્ઝાપુર નામની વેબસીરીઝે પણ ઘણી લોકપ્રિયતા મેળવી જેનાથી ઓટીપી પ્લેટફોર્મ પર વ્યુઅર્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો. ઓનલાઈન વેબસીરીઝમાં સેક્રેડ ગેમ્સ સીરીઝ, મિર્ઝાપુર, લસ્ટ સ્ટોરીઝ અને ફોર શોટ્સ મોર પ્લીઝ પોતાના બોલ્ડ કન્ટેન્ટને કારણે ઘણી હીટ રહી.

અત્યંત બોલ્ડ કન્ટેન્ટ
વેબસીરીઝ સેક્રેડ ગેમ્સના પ્રખ્યાત લેખત વિક્રમ ચંદાની વર્ષ 2006માં પબ્લિશ બુક સેક્રેડ ગેમ્સ પર આધારિત હતી. અત્યંત બોલ્ડ કન્ટેન્ટ અને વિઝ્યુઅલ સાથે દર્શકોને પિરસાઈ રહેલી સેક્રેડ ગેમ્સને લઈ દર્શકો પહેલેથી ઉત્સુક હતા. પહેલા જ એપિસોડમાં સેક્રેડ ગેમ્સ એક ખાસ વર્ગની ચાર્ટબસ્ટરમાં શામેલ થઈ ગઈ.

સેક્રેડ ગેમ્સ
સેક્રેડ ગેમ્સના કન્ટેન્ટને કારણે જ જોત જોતામાં વેબસીરીઝ રજૂ કરનારી કંપની નેટફ્લિક્સના સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો. વેબસીરીઝમાં વ્યુઅર્સની સંખ્યામાં ઝડપથી વધારાનો શ્રેય વિના સેંસરશિપ અને સર્ટીફીરેશને કન્ટેન્ટને જાય છે. કારણ કે અત્યાર સુધી ઓટીટી પ્લેટફોર્મ માટે રેગ્યુલેટરી બની જ નથી.

બોલ્ડ અને એડલ્ટ કન્ટેન્ટ પહોંચાડવામાં અગ્રેસર
વર્તમાન સમયમાં, વેબસીરીઝના નામે બોલ્ડ કન્ટેન્ટ અને વિઝ્યુઅલ પીરસનારા પ્લેટફોર્મમાં ઝડપથી વધારો થયો છે. વેબસીરીઝ વિશિષ્ટ વર્ગને ધ્યાનમાં રાખીને ફિલ્માવામાં આવી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ પર ટોચની કમાણી કરનારી કંપનીઓમાં હોટ સ્ટાર પછીની બીજી સૌથી મોટી કંપની નેટફ્લીક્સ છે, જે લોકોને બોલ્ડ અને એડલ્ટ કન્ટેન્ટ પહોંચાડવામાં અગ્રેસર છે. આમાં જિઓ, જી 5, વૂટ, અરે, સોનીલીવ, ઉલ્લુ, એમેઝોન પ્રાઈમ, એએલટી બાલાજી અને ઇરોઝ નાઉ પણ શામેલ છે,

અદાલતને અશ્લીલ સામગ્રીને નિયંત્રિત કરવા કાયદો ઘડવાની અપીલ
થોડા દિવસો પહેલા હરપ્રીત એસ હોરા નામના વકીલે વેબસીરીઝ પર અપમાનજનક સામગ્રી અને વિઝ્યુઅલ વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી અને વેબસરીઝની સામગ્રી પર સેન્સરશીપ માટેની માંગણી કરી હતી. પરંતુ તેમની અરજી કોર્ટમાં રદ કરવામાં આવી હતી. જસ્ટિસ ફોર રાઇટ્સ ફાઉન્ડેશન નામની એનજીઓ ચલાવતા હરપ્રીતે અદાલતને અશ્લીલ સામગ્રીને નિયંત્રિત કરવા કાયદો ઘડવાની અપીલ કરી હતી. તેમનું માનવું છે કે ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવી રહેલ વેબસીરીઝની સામગ્રીને સેન્સર કરવી જોઈએ અને તે બોલીવુડ ફિલ્મોની જેમ તેને પણ સેન્ટર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનમાં મોકલવી જોઈએ. એનજીઓએ આરોપ લગાવ્યો હતો કે વેબસાઇટ્સમાં બતાવવામાં આવેલી સામગ્રીએ માહિતી ટેકનોલોજી એક્ટ અને ભારતીય દંડ સંહિતા બંનેનું ઉલ્લંઘન કરે છે.

15% ના ઝડપી દરે વૃદ્ધિ થઈ રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે, હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર દર્શકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવું માનવામાં આવે છે કે 2023 સુધીમાં ભારતમાં ઓટીટી માર્કેટ 3.60 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2018 સુધીમાં આ બજારની કિંમત 35 હજાર કરોડ રૂપિયા છે. ઇન્ટરનેટની વધતી ગતિ અને સ્માર્ટફોન વપરાશકારોની વધતી સંખ્યાને કારણે ભારતમાં ઓટીટી માર્કેટમાં 15% ના ઝડપી દરે વૃદ્ધિ થઈ રહી છે.

શું છે ઓટીટી પ્લેટફોર્મ
વિના કોઈ કેબલ અથવા સેટેલાઈટ પ્રોવાઈડરે હાઈ સ્પીડ ઈન્ટરનેટના માધ્યમથી ટીવી અને ફિલ્મ કન્ટેન્ટ જોવાની સુવિધા આપનારી સિસ્ટમને ઓવર ધ ટૉપ(ઓટીટી)પ્લેટફોર્મ કહેવાય છે. ભારતમાં પ્રમુખ ઓટીટી પ્લેટફોર્મ હૉટસ્ટાર, એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ, વૂટ, જી5, સોની લાઈવ છે. ઝડપથી વધતી ઓટીટી પ્લેટફોર્મ ડીટીએચ ઓપરેટર્સ માટે મોટી ચેલેન્જ છે.

સેન્સર મુક્ત છે ઓટીટી કન્ટેન્ટ
ઓટીટી પ્લેટફોર્મ પર પીરસાતુ કન્ટેન્ટ સેન્સર મુક્ત છે. આ માટે કોઈ નિયમ જેવી વ્યવસ્થા નથી. આ વિશે ઘણી હોહા થયા બાદ ઓટીટી પ્લેટફોર્મ પર કન્ટેન્ટ પીરસનારી નામચીન કંપનીઓએ એક સેલ્ફ સેંસર બોર્ડ તૈયાર કર્યુ છે. જેમાં આપત્તિજનક કન્ટેન્ટ પર કાતર ફેરવવાની વાત કરાઈ છે.

આઈ બી મિનિસ્ટ્રી પણ સર્ટિફિકેશનની કરી રહી છે તૈયારી
ઓટીટી પ્લેટફોર્મ પર પિરસાનારી વાનગીના વિરોધમાં માહિતી અને પ્રસારણ વિભાગ ઓનલાઈન ઓટીટી કન્ટેન્ટના સર્ટિફિકેશનની તૈયારી કરી રહ્યુ છે. જલ્દી જ માહિતી અને પ્રસારણ વિભાગ અને મિનિસ્ટ્રી ફોર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોરમેશન ટેક્નોલોજી હિતધારકો સાથે બેસી એક મિટિંગ કરવાના છે, જેમાં ઓનલાઈન કન્ટેન્ટ માટે સર્ટિફિકેશન પર ચર્ચા થશે.

55 ટકા લોકોને પૂરું પાડે છે મનોરંજન
એક સર્વેક્ષણ મુજબ દેશના 55% લોકો હોટસ્ટાર, એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ (ટોચ ઉપર) પર ટીવી શો, મૂવીઝ, રમતો અને અન્ય સામગ્રી જોઈ રહ્યા છે. 41% લોકો ડીટીએચ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે જેમ કે ટાટા સ્કાય, ડિશ ટીવી સામગ્રી જોવા માટે. મોબાઇલના માધ્યમથી પ્રવાસ દરમિયાન કે ઘરની બહાર ક્યાંય પણ વપરાશકર્તા દ્વારા વિડિયો સામગ્રી જોવાની સગવડતામાં ખૂબ વધારો થયો છે, જ્યાં લોકો કોઈપણ સંકોચ વિના સામગ્રી જોવા અને સાંભળવા સક્ષમ છે.

વર્ષ 2013 સુધી 3.60 લાખ કરોડ સુધી પહોંચશે કારોબાર
જે તીવ્રતા સાથે ઓટીટી પ્લેટફોર્મ કુદકેને ભુસકે વધી રહ્યુ છે તે પ્રમાણે ભારતમાં 2023 સુધી ઓટીટી માર્કેટ 3.60 લાખ કરોડ સુધી પહોંચી જશે. બોલ્ટન કન્સલ્ટિંગ ગ્રુપની રિપોર્ટ પ્રમાણે વર્ષ 2018 સુધી આ માર્કેટ 35 હજાર કરોડ હતુ. ભારતમાં આ માર્કેટ 15%ની તેજી સાથે વધી રહ્યુ છે. જે વર્ષ 2025 સુધી વૈશ્વિક માર્કેટ 17 % ની ઝડપે વધી 240 લાખ કરોડ સુધી પહોંચી જશે.
રિલીઝ થતાં જ ઓનલાઈન Leak થઈ આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ', ધડાધડ ડાઉનલોડ થઈ રહી છે