મિર્ઝાપુર 2ની માધુરી યાદવ બની નેશનલ ક્રશ, જુઓ ઈશા તલવારના બોલ્ડ ફોટા
મુંબઈઃ ચારે તરફ મિર્ઝાપુર 2નો ક્રેઝ છવાયેલો છે. આ વેબ સીરિઝમાં જે સૌથી વધુ લોકપ્રિય થઈ રહી છે તે છે માધુરી યાદવ. કાલીન ભૈયાની વહુ અને મુન્ના ત્રિપાઠીની પત્ની માધુરી યાદવની ભૂમિકા ઈશા તલવારે નિભાવી છે. મિર્ઝાપુર 2 બાદ નેશનલ ક્રશ બનીને ઉભરેલી ઈશા તલવાર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ઈશા તલવાર એ છે જેને તમે પોપ્યુલર એડ પિયર્સમાં જોઈ હતી જ્યાં તમે સાંભળ્યુ હતુ તમારો ચહેરો મારા માટે લકી છે.

કેટરીના સાથે તુલના
ઈશા તલવાર હિંદી ફિલ્મો સાથે સાથે સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. તેણે વર્ષ 2012માં મલયાલમ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. આ ઉપરાંત તે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ઈશા તલવારના માધુરી યાદવના રોલને જોયા બાદ તેની તુલના કેટરીના કૈફ સાથે પણ કરવામાં આવી. રાજનીતિ ફિલ્મમાં જોવા મળેલી કેટરીના કૈફ સાથે ઈશાને જોડીને જોવામાં આવી રહી છે.

કોણ છે માધુરી યાદવ
મિર્ઝાપુર 2માં સીએમ સૂર્ય પ્રતાપ યાદવની દીકરીનો રોલ નિભાવનાર માધુરી યાદવનુ અસલી નામ ઈશા તલવાર છે. તે સિઝન 2માં જોવા મળી છે. જેના લગ્ન મુન્ના ત્રિપાઠી સાથે થાય છે. તે સીએમ પણ બને છે. ખાસ વાત એ છે કે ઈશા તલવાર એટલે કે માધુરી યાદવ મિર્ઝાપુર 3માં પણ જોવા મળી શકે છે.

અભ્યાસ
ઈશા તલવારના પિતાનુ નામ વિનોદ તલવાર છે. તે ખુદ એક એક્ટર રહી ચૂક્યા છે. દીકરી ઈશાએ પિતા પાસે એક્ટિંગ શીખી અને અભ્યાસ બાદ આ ફિલ્ડમાં આવી. તેણે ગ્રેજ્યુએશન કર્યુ. બૉલિવુડના જાણીતા કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસના ડાંસ ક્લાસથી ડાંસ શીખ્યો. ઈશા તલવાર બેલે, જેઝ, હિપ હૉપ અને સાલસા જેવા ઘણા પ્રકારના ડાંસ જાણે છે.

સલમાન ખાનની ફિલ્મનો હિસ્સો
ઈશા તલવારે બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેણે અનિલ કપૂરની ફિલ્મ હમારા દિલ આપકે પાસ હેમાં કામ કર્યુ હતુ. આ ઉપરાંત તે સલમાન ખાનની ટ્યુબલાઈટમાં પણ કામ કરી ચૂકી છે.

આયુષ્માન સાથે પણ જોવા મળી
ઈશા તલવારે આયુષ્માન ખુરાના સાથે આર્ટિકલ 15 ફિલ્મમાં કામ કર્યુ. આ ઉપરાંત તે સફળ અને કાલાકાંડી જેવી ફિલ્મોમાં પણ દેખાઈ.
દિલ્લી આજે પણ પ્રદૂષણથી ત્રસ્ત, 4 એરિયામાં AQI 300ને પાર