કોણ છે મિર્ઝાપુર 2ની શબનમ? શું છે તેની રિયલ લાઈફની કહાની?
નવી દિલ્લીઃ 24 ઓક્ટોબરે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલ વેબ સીરિઝ મિર્ઝાપુર-2માં ગુડ્ડુ પંડિત(અલી ફઝલ) પોતાના ભાઈ બબલુ પંડિત(વિક્રાંત મેસી) અને ગર્ભવતી પત્ની સ્વીટી ગુપ્તા(શ્રિયા પિલગાંવકર)ની મોતનો બદલો લેવા માટે પાછા આવ્યા છે. પરંતુ, મિર્ઝાપુર-2ની કહાની માત્ર ગુડ્ડુ પંડિત અને ત્રિપાઠી પરિવાર વચ્ચે બદલાની લડાઈની કહાની નથી પરંતુ આ વખતની સિઝનમાં ઘણી એવી કહાનીઓ એક સાથે ચાલે છે. આમાંથી એક કહાની છે ગુડ્ડુ પંડિત અને લાલા(અનિલ જ્યોર્જ)ની દીકરી શબનમ(શેરનવાઝ જિજીના) વચ્ચે શરૂ થયેલ પ્રેમની. આવો જાણીએ કે કોણ છે મિર્ઝાપુર-2માં ગુડ્ડુ પંડિતનો બીજો પ્રેમ શબનમ?

મિર્ઝાપુર-2માં શું છે શબનમ અને ગુડ્ડુની કહાની
ત્રિપાઠી પરિવાર સાથે પોતાના ભાઈ અને પત્નીના મોતનો બદલો લેવા માટે ગુડ્ડુ પંડિત અફીણનો વેપાર કરનાર લાલાના ઘરે ગોરખપુરમાં શરણ લે છે. અહીં રહીને ગુડ્ડુ પંડિત એક તરફ લાલાનો ભરોસો જીતે છે અને તેના અફીણના વેપારને આગળ વધારે છે તો બીજી તરફ મિર્જાપુરમાં પોતાની શાખ ફેલાવે છે. આ દરમિયાન લાલાની દીકરી શબનમ, જેના પતિને મુન્ના(દિવ્યેન્દુ શર્મા) તેના નિકાહના દિવસે મારી દે છે, ગુડ્ડુ પંડિતની નજીક આવે છે. ત્યારબાદ ધીમે ધીમે નિકટતા વધે છે અને બંને વચ્ચે એક નવી પ્રેમ કહાની શરૂ થઈ જાય છે.

ગુડ્ડુ પંડિત અને શબનમનો કિસિંગ સીન
શબનમ સાથે નિકટતા વિશે ગોલૂ ગુપ્તા(શ્વેતા ત્રિપાઠી) પણ ગુડ્ડુને સાવચેત કરે છે અને તેને પોતાના ભાઈના મોતનો બદલો યાદ કરાવે છે. જો કે ગુડ્ડુ પર આની કોઈ અસર નથી થતી અને તે શબનમને હળવા-મળવાનુ ચાલુ રાખે છે. આ દરમિયાન ગુડ્ડુનો ઈલાજ કરાવનાર ડૉક્ટરને પણ મારી નાખવામાં આવે છે અને તેની માસુમ દીકરીને ગુડ્ડુ ગોરખપુર લાવીને શબનમને તેની જવાબદારી સોંપી દે છે. મિર્ઝાપુર-2માં ગુડ્ડુ પંડિત અને શબનમનો એક કિસિંગ સીન પણ બતાવવામાં આવ્યો છે.

કોણ છે શબનમની ભૂમિકા નિભાવનાર શેરનવાઝ?
મિર્ઝાપુર-2માં શબનમની ભૂમિકા અભિનેત્રી શેરનવાઝ જિજીનાએ નિભાવી છે. મિર્ઝાપુર શેરનવાઝની પહેલી વેબ સીરિઝ નથી અને આ પહેલા તે વાઈ-ફિલ્મ્સની વેબ સીરિઝ 'બેંડ બાજા બારાત'માં ગુરપ્રીતની ભૂમિકામાં પણ જોવા મળી ચૂકી છે. આ સીરિઝમાં તેની સાથે અલી ફઝલ અને અંગીરા ધર હતો. આ ઉપરાંત શેરનવાઝે એમટીવી શો 'લવ ઑન રન'માં કામ કર્યુ છે. વેબ સીરિઝ અને ટીવી શો સાથે સાથે ડવ, તનિષ્ક અને હીરાનંદાની બિલ્ડર્સ જેવી જાહેરાતોમાં પણ શેરનવાઝ જિજીના જોવા મળી ચૂકી છે.

બિઝનેસ ફેમિલીમાંથી આવે છે શેરનવાઝ
શેરનવાઝ મુંબઈના એક બિઝનેસ ફેમિલીમાંથી આવે છે અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યા બાદ શરૂઆતના કરિયર તરીકે તેણે કૉર્પોરેટ સેક્ટરમાં પગ માંડ્યા હતા. જો કે મૉડલિંગ અને એક્ટિંગમાં રસ હોવાના કારણે તેનુ ધ્યાન ફિલ્મો તરફ વધ્યુ અને શેરનવાઝે ઑડિશન આપવાનુ શરૂ કર્યુ. મિર્ઝાપુરના પહેલા ભાગના મુકાબલે મિર્ઝાપુર-2માં તેની ભૂમિકા વધુ દમદાર રહી છે.

મિર્ઝાપુર-2માં નવુ શું-શું છે?
મિર્ઝાપુરના પહેલા ભાગના મુકાબલે મિર્ઝાપુર-2 માત્ર કાલીન ભૈયા(પંકજ ત્રિપાઠી)ના સામ્રાજ્ય અને દબદબાની કહાની નથી. આ વખતે રતિશંકર શુક્લા(શુભ્રજ્યોતિ ભારત)નો દીકરી શરદ શુક્લા(અંજુમ શર્મા) ખુદ મુન્ના ભૈયા સાથે મળીને કાલીન ભૈયાનુ સામ્રાજ્ય ખતમ કરવા માંગે છે. વળી, બિહારના બાહુબલી તરીકે બતાવેલ દદ્દા ત્યાગી(લિલીપુટ) અને તેન જોડિયા દીકરા ભરત અને શત્રુઘ્ન (વિજય વર્મા)ની એન્ટ્રી પણ દમદાર રીતે થઈ છે. આ ઉપરાંત માધુરી યાદવ તરીકે અભિનેત્રી ઈશા તલવાર ઘણી છવાઈ ગઈ છે.
બિગ બૉસ 14ની પવિત્ર પુનિયાના હૉટ અને બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ