For Quick Alerts
For Daily Alerts
કોણ છે શેફાલી શાહ જે 'દિલ્લી ક્રાઈમ'માં IPS વર્તિકાની ભૂમિકાથી છે ચર્ચામાં
નવી દિલ્લીઃ નેટફ્લિક્સની વેબ સીરિઝ 'દિલ્લી ક્રાઈમ'થી સમાચારોમાં છવાયેલી શેફાલી શાહ એક વાર ફરીથી ચર્ચામાં છે. વેબ સીરિઝ દિલ્લી ક્રાઈમમાં શેફાલી શાહે ડીએસપી વર્તિકા ચતુર્વેદીની ભૂમિકા નિભાવી હતી. દિલ્લી ક્રાઈમ વેબ સીરિઝને International Emmy Awards 2020ના ખિતાબથી સમ્માનિત કરવામાં આવી છે. જે બાદ એક વાર ફરીથી શેફાલી શાહ ચર્ચામાં છે. શેફાલી શાહ બૉલિવુડ ફિલ્મો અને ટીવીની જાણીતી અભિનેત્રી છે. શેફાલીનો જન્મ જુલાઈ 1972માં મુંબઈમાં થયો છે. તેમના પિતાનુ નામ સુધાકર શેટ્ટી છે જે આરબીઆઈ બેંકમાં કામ કરી ચૂક્યા છે.

જાણો શેફાલી શાહ વિશે
- શેફાલીનુ બાળપણ મુંબઈના સાંતાક્રૂઝમાં આરબીઆઈના ક્વાર્ટમાં વીત્યુ છે કારણકે શેફાલીના પિતા આરબીઆઈમાં કામ કરતા હતા. શેફાલી પોતાના પિતા સુધાકર શેટ્ટી અને માતા શિખા શેટ્ટીનુ એકમાત્ર સંતાન છે.
- શેફાલી શાહે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1995માં આવેલી ફિલ્મ રંગીલાથી કરી છે. તેમાં શેફાલીએ કેમિયો રોલ કર્યો હતો. તે બાદ શેફાલીએ ફિલ્મ સત્યામાં સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં શેફાલીના કામની પ્રશંસા કરવામાં આવી. ફિલ્મ સત્યા માટે શેફાલીને 44માં ફિલ્મફેર પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર ક્રિટિક્સ અવૉર્ડ અને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીમાં નામાંકન મળ્યુ હતુ.

બીજા લગ્ન કર્યા વિપુલ શાહ સાથે
- વક્તઃ ધ રેસ અગેઈન્સ્ટ ટાઈમ(2005)માં શેફાલીના પ્રદર્શન માટે તેને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. દિલ ધડકને દો(2015) માટે પણ શેફાલીને બેસ્ટ સપોર્ટીંગ અભિનેત્રીનો અવૉર્ડ મળ્યો હતો.
- શેફાલી શાહે સૌથી પહેલા લગ્ન ટેલીવિઝન અભિનેતા હર્ષ છાયા સાથે કર્યા હતા. પરંતુ તેમની સાથે ડિવોર્સ લઈ લીધા બાદ શેફાલીએ નિર્દેશક વિપુલ અમૃતલાલ શાહ સાથે લગ્ન કર્યા છે. શેફાલી શાહને બે દીકરા છે.

50થી વધુ પ્રોજેક્ટમાં કામ કર્યુ
- શેફાલી શાહના સૌથી પ્રભાવશાળી પ્રોજેક્ટમાં શામેલ છે, જુસ(શૉર્ટ ફિલ્મ) વન્સ અગેઈન(ફિલ્મ) અને ધ લાસ્ટ લેયર(ફિલ્મ). ધ લાસ્ટ લેયર ફિલ્મ માટે શેફાલીને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત શેફાલીએ ગાંધી માય ફાધર, બ્રધર્સ, ધ જંગલ બુક અને કમાંડો 2માં પણ કામ કર્યુ છે.
- શેફાલીએ મોટાભાગે બૉલિવુડ ફિલ્મોમાં સપોર્ટીંગ એક્ટ્રેસની ભૂમિકા નિભાવી છે. શેફાલીએ લગભગ 25થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમની શૉર્ટ ફિલ્મ વેબ સીરિઝને મળીને 50થી વધુ પ્રોજેક્ટમાં કામ કર્યુ છે. 48 વર્ષીય શેફાલી હજુ પણ કામમાં સક્રિય છે.
'દિલ્લી ક્રાઈમ' એ જીત્યો બેસ્ટ ડ્રામા સીરિઝનો એમી અવૉર્ડ