ઝી5ની ઓરિજીનલ ફિલ્મ 'લંડન કોન્ફિડેન્શિયલ' 18 સપ્ટેમ્બરે થશે રિલીઝ, ટીઝર આવ્યું સામે
ઝી5ની ઓરિજીનલ એ તાજેતરમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દ્વારા 'લંડન કોન્ફિડેન્શિયલ ની ઘોષણા કરવામાં આવી છે જે એક અનોખી પરિસ્થિતિગત સ્પાય- થ્રિલ્લાર ફ્રેન્ચાઇઝ છે અને તે તાજેતરના રોગચાળા પછીના સમયમાં ગોઠવવામાં આવ્યું છે.
આ ટીઝર લંડનની પૃષ્ઠભૂમિ પર છે, જેમાં મૌની રોય, પૂરબ ખોલી અને કુલરાજ રંધાવા ગુપ્ત એજન્ટો તરીકે દેખાશે. સ્ટોરી સંક્રમણ ફેલાવવાના કાવતરું પાછળનો સ્ત્રોત શોધવાની આસપાસ ફરે છે, જે ટાઇમ બોમ્બની જેમ વિસ્ફોટ માટે રચાયેલ છે.
એસ. હુસૈન ઝૈદી રચિત આ ફિલ્મમાં મૌની રૉય અને પૂરબ કોહલી લીડ રોલમાં છે. આ ઉપરાંત કુલરાજ રંધાવા, સાગર આર્ય, પરવેશ રાણા, જસ બિનાગ, દિલજોન સિંહ અને કિરેન જોગી પણ ફિલ્મનો મહત્વનો ભાગ છે. આ ફિલ્મને અજય જી રાય અને મોહિત છાબડા પ્રોડ્યુસ્ડ આ ફિલ્મને કંવલ સેઠી ડિરેક્ટ કરી રહ્યા છે.
સુશાંતને ઝેર આપવામાં આવ્યુ એ છૂપાવવા માટે પોસ્ટમોર્ટમમાં વિલંબ કર્યોઃ સ્વામી