મિર્ઝાપુર 2માંથી હટશે આ 'ખાસ' સીન, પ્રોડ્યુસર્સે માંગી લેખકની માફી, જાણો સમગ્ર વિવાદ
નવી દિલ્લીઃ હાલમાં જ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી વેબ સીરિઝ મિર્ઝાપુર-2ને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. જો કે તેના વિશે હવે વિવાદ શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં સીરિઝના એક સીનમાં સત્યાનંદ ત્રિપાઠી(કુલભૂષણ ખરબંદા)ના હાથમાં ક્રાઈમ ફિક્શન બેઝ્ડ નોવેલ લખવા માટે દુનિયામાં જાણીતા લેખક સુરેન્દ્ર મોહન પાઠકનુ પુસ્તક 'ધબ્બા' છે. ડાયલૉગ નરેશનમાં એ જે બોલે છે તેના વિશે સુરેન્દ્ર મોહન પાઠકે વાંધો દર્શાવ્યો છે. તેમણે ફિલ્મ પ્રોડ્યુસર્સને આ હટાવવાની માંગ કરી છે. જાણો સમગ્ર વિવાદ.

સીરિઝમાં કન્ટેન્ટને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ
લેખક સુરેન્દ્ર મોહન પાઠકનો આરોપ છે કે સીરિઝમાં તેમની છબીને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. મિર્ઝાપુરા એક સીનમાં તેમના લખેલા ઉપન્યાસ 'ધબ્બા'ના કન્ટેન્ટને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ છે. તેમના દ્વારા મોકલેલ નોટિસમાં કહેવામાં આવ્યુ કે, 'મિર્ઝાપુર 2ના એક સીનમાં કેરેક્ટર સત્યાનંદ ત્રિપાઠી હિંદીનુ જે ઉપન્યાસ વાંચી રહ્યા છે 'ધબ્બા' એ તેમનુ છે જે 2020માં પ્રકાશિત થયુ હતુ. પરંતુઆ પાત્રએ જે કંઈ પણ કહ્યુ છે તે તેમના લખેલા ઉપન્યાસ ધબ્બામાં છે જ નહિ. સંવાદ તરીકે જે કંઈ પણ એ પાત્રએ કહ્યુ છે તે પૉર્ન સિવાય કંઈ ન હોઈ શકે.'

જાણો શું છે એ સીનમાં
વાસ્તવમાં એપિસોડ 3માં બતાવવામાં આવેલા આ સીનમાં સત્યાનંદ ત્રિપાઠી પુસ્તક વાંચી રહ્યા હોય છે અને જેવી તેમની પુત્રવધુ આવે છે તે ઝટકાથી તેને છૂપાવવાની કોશિશ કરતા દેખાય છે. આ સીન વિશે પાઠકે કહ્યુ કે સીરિઝમાં સત્યાનંદ ત્રિપાઠી ઉપન્યાસ વાંચીને બલદેવ રાજ નામનો ઉલ્લેખ કરી રહ્યા છે પરંતુ બલદેવ રાજ નામનુ આવુ કોઈ પાત્ર મારા ઉપન્યાસમાં નથી. પાઠકે કહ્યુ કે જો એ સીનને સીરિઝમાંથી હટાવવામાં ન આવ્યો તો તે મિર્ઝાપુર વેબ સીરિઝ સામે લીગલ એક્શન લઈ શકે છે.
— Excel Entertainment (@excelmovies) October 30, 2020 |
પ્રોડ્યુસર્સે માંગી માફી, હટાવી લીધો સીન
રિતેશ સિંધવાની અને ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટના ટ્વિટર હેન્ડલ પર એક લેટર શેર પોસ્ટ કરવામાં આવ્યો જેમાં લખ્યુ છે, 'પ્રિય સુરેન્દ્ર મોહન પાઠક, આ તમારા દ્વારા મોકલેલ નોટિસ અમારી જાણમાં આવી છે કે હાલમાં જ રિલીઝ થયેલ વેબ સીરિઝ મિર્ઝાપુર 2માં એક સીન છે જેમાં સત્યાનંદ ત્રિપાઠી નામનુ પાત્ર 'ધબ્બા' ઉપન્યાસ વાંચી રહ્યુ છે, જેને તમે લખ્યુ છે. આ સાથે જ એ સીનમાં ઉપયોગ થયેલ વૉઈસઓવરથી તમારી અને તમારા પ્રશંસકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અમે તેના માટે તમારી માફી માંગીએ છીએ અને તમને જણાવવા માંગીએ છીએ કે આ કોઈ પણ રીતે તમારી પ્રતિષ્ઠા ખરાબ કરવા કે નુકશન પહોંચાડવા માટે કરવામાં નહોતુ આવ્યુ. અમે જાણીએ છીએ કે તમે ખ્યાતિ પ્રાુ્ત લેખક છો અને તમારુ કામ હિંદી ક્રાઈમ ફિક્શન સાહિત્યની દુનિયામાં ખૂબ મહત્વ ધરાવે છે. અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે તેને સુધારી લેવામાં આવશે. અમે ત્રણ સપ્તાહની અંદર એ સીનમાં બુક કવરને બ્લર કરી દઈશુ અથવા વૉઈસઓવર હટાવી દઈશુ. પ્લીઝ અજાણતા તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે અમારી માફીનો સ્વીકાર કરશો.'
બિગ બૉસની પૂર્વ કન્ટેસ્ટન્ટ એલી અવરામના બિકીની ફોટા વાયરલ