
Money Heist 5 Release Time: મની હાઈસ્ટના તમામ સસ્પેન્સ પરથી આજે પડદો ઉઠી જશે
આખરે એ સમય આવી જ ગયો છે જ્યારે દુનિયાભરમાં સૌથી લોકપ્રિય સિરીઝ મનાતી મની હાઈસ્ટની સફર પૂરી થઈ જશે. નેટફ્લિક્સના પાંચમા અને અંતિમ સિઝનનો ભાગ આજે એટલે કે 3 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આની સાથે જ પ્રોફેસર અને તેમની ટીમનું શું થશે તે ફેન્સને માલૂમ પડી જશે. બેંક ઑફ સ્પેનથી સોનું ચોરવામાં સફળ રહ્યા કે સ્પેશિયલ ફોર્સના નિશાન બન્યા? કોણ કોણ બેંક ઑફ સ્પેનમાંથી જીવતું નીકળી શકશે? પ્રોફેસરનો એક્ઝિટ પ્લાન શું છે? આટલું બધું સોનું કઈ રીતે બેંકની બહાર કાઢશે? વગેરે સસ્પેન્સ પરથી આજે પડદો ઉઠી જશે.

મની હાઈસ્ટ આજે રિલીઝ થશે
મની હાઈસ્ટ સીઝન 5નો બીજો અને અંતિમ વૉલ્યૂમ શુક્રવારે એટલે કે આજે 3 ડિસેમ્બરે બપોરે દોઢ વાગ્યે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. પ્લેટફોર્મે તેની સત્તાવાર સૂચના જાહેર કરી દીધી છે. ગુરુવારે રાતે ટ્વીટ કરી પ્લેટફોર્મે ફેન્સના ઈંતેજારને થોડો આરામ આપી દીધો છે. ટ્વીટમાં લખવામાં આવ્યું કે, તમારી પાસબુક્સને માર્ક કરી લો. આપણે બેંક ઑફ સ્પેન જઈ રહ્યા છીએ. મની હાઈસ્ટ કાલે દોઢ વાગ્યે આવી રહ્યું છે.
|
મની હાઈસ્ટ પૂરું થવા પર પ્રોફેસરે ખુશી જતાવી
મની હાઈસ્ટ સિરીઝ પૂર્ણ થવાથી ફેન્સ થોડા દુખી થશે, પરંતુ સિરીઝમાં મુખ્ય રોલ નિભાવનાર કલાકાર અલવારો મોર્તે ખુશ છે. આ વાત અજીબ લાગી શકે છે, પરંતુ અલવારોનો તર્ક સાંભલી તમે પણ તેમની વાતથી સહમત થઈ જશો. મૈડ્રિડમાં શોના ફિનાલે પહેલાં રેડ કાર્પેટ આયોજિત કરાયું હતું, જેમાં મશહૂર યૂ-ટ્યૂબર ભુવન બામે પ્લેટફોર્મ તરફથી અલવારો સાથે વાત કરી. શોની સમાપ્તિને લઈ પૂછાયેલા સવાલ પર અલવારો એટલે કે પ્રોફેસરે કહ્યું- હું ખુશ છું અને તમને જણાવું છું કે કેમ? અલવારો આગળ કહે છે- મારું માનવું છે કે કારણ વિના શોને લાંબો ખેંચવાનો કોઈ ફાયદો નથી. તેનાથી લોકો કંટાળી શકે છે. તેનાથી કોટી એન્ડિંગનો પણ ખતરો હોય છે. અમને બધાને લાગે છે કે શો ખતમ કરવાનો આ એકદમ યોગ્ય સમય છે. અહીં જૂઓ વીડિયો
જુઓ વીડિયો
મની હાઈસ્ટની અંતિમ સિઝનને બે ભાગમાં વહેંચવામાં આવી હતી. પહેલા ભાગમાં 5 એપિસોડ હતા અને અંતિમ ભાગમાં પાંચ એપિસોડ છે. પહેલો ભાગ 3 ડિસેમ્બરે રિલીઝ થયો હતો. પ્રોફેસર અને તેમની ટીમના બાકી સભ્યો અત્યારે બેંક ઑફ સ્પેનમાં છે. અત્યાર સુધી પડદા પાછળથી ગેમ રમતા પ્રોફેસરે ફાઈનલ એપિસોડમાં બહાર આવવું પડશે. ચોથી સિઝન 2020માં આવી હતી, જેમાં 8 એપિસોડ હતા. ચારેય સિઝન સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં ઉપલબ્ધ છે.