• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્રેડ ગેમ્સ સીઝન 2 રિવ્યુ: નેટફ્લિક્સે આપી ભારતની બેસ્ટ સિરિઝ

|

સેકરેડ ગેમ્સની બીજી સીઝન દર્શકોને કલાકો સુધી પોતાના લેપટૉપથી બાંધી રાખવા માટે આવી ચૂકી છે. આ સીઝનને મસાન ફેમ નીરજ ઘેવાને ડાયરેક્ટર કરી છે. નીરજે પાછલી સિઝનથી વિક્રમાદિત્ય મોટવાને રિપ્લેસ કર્યો છે. વરુણ ગ્રોવર કે જેમણે વિક્રમ ચંદાની નૉવેલ પરથી આ સીરિઝ લખી છે. તેઓ આ વર્ષે પ્રોડ્યુસરની લિસ્ટમાં શામેલ થઈ ગયા છે.

કાસ્ટને નામે રણવીર શૌરી, ક્લિક કોચલિન, પંકજ ત્રિપાઠી અને અમૃતા સુભાષની એન્ટ્રી શૉ ને વધુ શાનદાર બનાવી દે છે. અપુનઈચ ભગવાન છે કહેનારા ગાયતોડેં હવે માત્ર હા અને ના કહેનાર કઠપુતળી બની ચૂક્યા છે. જાણો આ સિરિઝનો રિવ્યુ.

શરૂઆત

શરૂઆત

આઠ એપિસોડની આ બીજી સીઝનની કથા ત્યાંથી જ શરૂ થાય છે જ્યાંથી પાછલી સીઝન ખતમ થઈ હતી. ગાયતોંડેને મૃત્યુના મુખમાંથી બચાવી લેવાયો છે અને તે અરબ સાગરથી થઈ કેન્યા જવાની તૈયારી કરી રહ્યો છે. RAWની એજન્ટ (અમૃતા સુભાષ)ગાયતોંડેને આખી ટ્રેનિંગ આપે છે અને તેને દેશ માટે એક હીરો માને છે અને તેનો ઉપયોગ પણ તે જ કામ માટે કરે છે.

સરતાજનું કેરેક્ટર

સરતાજનું કેરેક્ટર

બીજી તરફ સરતાજ સિંહ (સૈફ અલી ખાન) હવે એક સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ સાથે આગલા મિશન પર છે. સરતાજ હવે વધુ જવાબદાર છે અને તેને ખબર છે કે તેની પાસે જે સંસાધનો છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. સરતાજ અને ગાયતોંડે એક જ પ્રકારની અસમંજસમાં ફસાયા છે તે રસપ્રદ છે.

ગુરુજીથી ઉઠ્યો પડદો

ગુરુજીથી ઉઠ્યો પડદો

આખરે સીરિઝમાં ગાયતોંડેના ત્રીજા પિતા ગુરુજી (પંકજ ત્રિપાઠી)થી દર્શકો વાકેફ થાય છે. સરતાજ જલ્દી જ ગુરુજી અને ગાયતોંડે વચ્ચેનું કનેક્શન શોધી કાઢે છે. આ દરમિયાન ગુરુજીની શિક્ષા ગાયતોંડેના તમામ નિર્ણયો માં દર્શકો જોઈ શકે છે. આખરે હવે દર્શકો ગુરુજીને જોઈ શકશે.

શહેર બચાવવા સંઘર્ષ

શહેર બચાવવા સંઘર્ષ

આઠ એપિસૉડની આ સીરિઝ બે ભાગમાં વહેંચાયેલી છે. ગાયતોંડેનો ભુતકાળ અને સરતાજનો આજ. સરતાજની આખી કથા આ સીરિઝનો મુખ્ય ભાગ છે. એક તૂટેલા અસફળ લગ્ન અને તેના કોન્સ્ટેબલ પિતાનું સત્ય. સાથે જ આખી સીરિઝમાં ભારતના સૌથી મોટા મેટ્રો શહેરને બચાવવાનો સંઘર્ષ ચાલુ છે.

એપિસૉડનું નામ

એપિસૉડનું નામ

આ વખતે પણ એપિસોડનું નામ પાછલી વખતની જેમ ઐતિહાસિક કે પૌરાણિક છે. જેને એપિસોડ સાથે સારી રીતે જોડવામાં આવ્યુ છે. મત્સ્ય એટલે કે માછલીથી લઈ રેડક્લિફ પર આ સિરિઝ ખતમ થાય છે. શૉમાં રામાયણથી મહાભારત સુધી અને વિભાજન થી બાબરી મસ્જીદ સુધીનું બધુ જ છે. ઈતિહાસથી પુરાણ સુધીનો પ્રવાસ દર્શકોને બાંધી રાખશે.

ભારત સાથે જોડાણ

ભારત સાથે જોડાણ

સીરિઝમાં ભારતના કેટલાક ઐતિહાસિક ક્ષણો પણ શામેલ છે, જેમાં ભારત-પાકિસ્તાનનું વિભાજન, ઈન્દિરા ગાંધી કાળ દરમિયાનની ઈમરજન્સી, મંડળ કમિશન, બાબરી મસ્જીદ, 1992ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ, ન્યુયોર્કના ટ્વિન ટાવર પર હુમલો અને મુંબઈમાં આતંકવાદી હુમલો શામેલ છે. આ તમામ ઘટનાઓને સીરિઝમાં રાજકારણ, ધર્મ અને સત્તા સાથે સારી રીતે જોડી દેવાઈ છે.

ઓશોની યાદ

ઓશોની યાદ

પંકજ ત્રિપાઠીએ ગુરુજીની ભૂમિકા સાથે આ સીરિઝને નવો મુકામ આપ્યો છે. ક્યારેક ક્યારેક તમને તેમને જોઈ ઓશોની યાદ આવશે અને ગુરુજીની મુખ્ય શિષ્યા (ક્લિક કોચલિન)તમને મા આનંદ શીલાની યાદ અપાવશે. ગુરુજી ધર્મની આડમાં છૂપાયેલો એવો વ્યક્તિ છે જેની તમામ બુરાઈઓ આ કેરેક્ટરમાં છૂપાઈ જાય છે.

કોણ અસલી કોણ નકલી

કોણ અસલી કોણ નકલી

ગુરુજી સભ્યતાનું કવચ ધારણ કરેલ એવી વ્યકિત છે જે પોતાના નિર્દોષ ચહેરા અને વિશ્વાસ સાથે બધુ સરળતાથી કરે છે અને તમે સમજી પણ શકશો નહિં કે તેની અંદર શું ચાલી રહ્યુ છે. ત્યાં જ ધર્મના નામે થઈ રહેલી નફરતને આ એપિસોડમાં સારી રીતે પરોવી લેવાઈ છે.

નવી ફોજ

નવી ફોજ

સેકરેડ ગેમ્સની પહેલી સિરિઝની ખાસિયત તેની મજબૂત લેખનશૈલી અને દરેક પાત્રોની સુક્ષ્મતા છે. આ સીઝનમાં લેખકોની આખી ફોજ છે જેને વરુણ ગ્રોવર મુખ્ય દિશા દેખાડે છે. ત્યાં જ આજના જમાના સાથે જોડવા માટે ફિલ્મમાં દરેક બારીકાઈ પર કામ કરવામાં આવ્યુ છે.

એકદમ અલગ દુનિયા

એકદમ અલગ દુનિયા

છેલ્લા એપિસૉડ સુધી પહોંચી તમે દુઃખી થશો. 5- મિનિટના આઠ એપિસોડ તમને અલગ અલગ દુનિયામાં લઈ ગયા છે અને તમે તેનો ભાગ બની ગયા છો. જેથી છેલ્લા એપિસૉડમાં સત્યનો સામનો કરવો મુશ્કેલ છે. જો કે સૌથી મજાની વાત તો એ છે કે તેમાં સીઝન 3ની ભૂમિકા બાંધી દેવાઈ છે.

English summary
Sacred Games Season 2 review in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more