
મિર્ઝાપુર વેબ સિરીઝના નિર્માતાઓ અને એમેઝોન પ્રાઇમને સુપ્રીમની નોટીસ, જાણો શું છે મામલો
સુપ્રીમ કોર્ટે વેબ સિરીઝ 'મિર્ઝાપુર' અને એમેઝોન પ્રાઈમ વીડિયોના નિર્માતાઓને નોટિસ પાઠવી છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થયેલી વેબ સિરીઝ 'મિર્ઝાપુર' ના નિર્માતાઓએ મિર્ઝાપુર જિલ્લાને ઓટીટી પ્લેટફોર્મ પર ખોટી રજૂઆત અને બદનામી કરવાનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આની સુનાવણી કરતી વખતે કોર્ટે ગુરુવારે આ નોટિસ ફટકારી હતી અને સિરીઝના નિર્માતાઓ તેમજ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પાસેથી જવાબ માંગ્યો હતો જેણે તેનું પ્રસારણ કર્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ બોબડે, ન્યાયાધીશ એએસ બોપન્ના અને વી રામા સુબ્રમણ્યમની ખંડપીઠે વેબ સીરીઝના નિર્માતાઓ અને એમેઝોન પ્રાઇમ વીડિયોને આ નોટિસ ફટકારી છે. કોર્ટે કહ્યું છે કે ઓટીટી પ્લેટફોર્મની સામગ્રી પર નિયંત્રણ મેળવવા માંગતી અરજી પણ કોર્ટ સમક્ષ છે. આવા કિસ્સામાં, અમે બંને અરજીઓ એક સાથે સાંભળીશું.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સિરીઝમાં મિર્ઝાપુરને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ છે. સિરીઝમાં મિર્ઝાપુરના શહેરને બદમાસો અને બાહુબલી લોકો બતાવવાથી માત્ર શહેરની છબી જ દૂષિત થઈ નથી, પરંતુ પ્રાદેશિક ભાવનાઓને પણ નુકસાન પહોંચ્યું છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે પરિવારો વચ્ચેના સંબંધોને પણ ખૂબ ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે.
મિર્ઝાપુરના બે ભાગ અત્યાર સુધીમાં રીલિઝ થયા છે. મિર્ઝાપુર વેબ સિરીઝની પહેલી સીઝન વર્ષ 2018 માં રજૂ થઈ હતી. ગત વર્ષે ઓક્ટોબરમાં બીજી સિઝન રજૂ થઈ હતી. આ સિરીઝ માફિયાઓની વાર્તા છે. તેમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યાન્દુ શર્મા, શ્વેતા ત્રિપાઠી છે. આ સિરીઝની રજૂઆત સમયે પણ કેટલાક સંગઠનોએ મિર્ઝાપુર પર ખોટી રજૂઆત કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: બીજા તબક્કામાં PM અને મુખ્યમંત્રીઓને મૂકાશે કોરોનાની રસી, જનતાને મજબૂત સંદેશ આપશે સરકાર