• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તબ્બુ સાથે રોમાન્સ કરતા દેખાયા ઈશાન, ‘અ સૂટેબલ બૉય'ના ફર્સ્ટ લુકે ચોંકાવ્યા

|

અત્યારે વેબ સીરિઝનો સમય ચાલી રહ્યો છે અને એક પછી એક ધમાકેદાર સીરિઝ સામે આવી રહી છે. પરંતુ હાલમાં મીરા નાયરની વેબ સીરિઝ 'અ સૂટેબલ બૉય'નો ફર્સ્ટ લુક રીલિઝ થઈ ગયો છે કે જે તમને એની સ્ટાર કાસ્ટના કારણે ચોંકાવી શકે છે. આ ફર્સ્ટ લુકમાં તમે જોશો કે ઈશાન ખટ્ટર અને તબ્બુ આ પોસ્ટરમાં જોવા મળી રહ્યા છે જેને ખુદ ઈશાન ખટ્ટરે શેર કરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આમાં ઈશાન પોતાનાથી ઉંમરમાં ઘણી મોટી તબ્બુ સાથે રોમાન્સ કરતા જોવા મળશે.

સેલેબ્ઝને ગમ્યો

સેલેબ્ઝને ગમ્યો

આ પોસ્ટરને જોઈને ઘણા સેલેબ્ઝે પણ પ્રતિક્રિયા આપી છે. વળી, ફેન્સ પણ તેને ઘણુ પસંદ કરી રહ્યા છે.

ઈશાન ખટ્ટર

ઈશાન ખટ્ટર

જો તમે એ કહી શકો કે ઈશાન પર આ બૉય સૂટેબલ થઈ ગયો છે તો કંઈ ખોટુ નહિ ગણાય.

આ પણ વાંચોઃ કાઈલી જેનરના સેક્સી વીડિયોથી લોકો બની રહ્યા છે દીવાના

આ છે ભૂમિકા

આ છે ભૂમિકા

તમને જણાવી દઈએ કે મીરા નાયરના આવનારા આ પ્રોજેક્ટમાં ઈશાન માન કપૂરનો રોલ નિભાવી રહ્યા છે અને આ એવુ કેરેક્ટર છે કે જે પોતાના જ નેતા પિતા મહેશ કપૂર સાથે પ્રેમ માટે બગાવત કરી દે છે.

રામ કપૂર

રામ કપૂર

પિતાના રોલમાં રામ કપૂર જોવા મળશે કે જે ઘણા શાનદાર અભિનેતા છે. વાત કરીએ તો અભિનેતા માન કપૂરની તો તેને જેની સાથે પ્રેમ થાય છે તે વેશ્યા સઈદા બાઈ છે.

તબ્બુ

તબ્બુ

સઈદાની ભૂમિકા તબ્બુ નિભાવી રહી છે. કહી શકીએ કે તબ્બુ એક વાર ફરીથી ઘણા ધમાકેદાર રોલમાં નાના પડદે વાપસી કરવા જઈ રહી છે.

View this post on Instagram

A Suitable Boy.. first look

A post shared by Ishaan (@ishaankhatter) on

English summary
Tabu and Ishaan khatter will romance in A Suitable Boy web series. first look out now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X