'Tandav' સીરિઝમાં સૈફ નહિ અસલી તાંડવ મચાવી રહી છે ગૌહર ખાન, મૈથિલી બનીને પલટી બાજી
નવી દિલ્લીઃ Tandav web series controversial scene. વિવાદોમાં ઘેરાયા બાદ અભિનેતા સૈફ અલી ખાનની વેબ સીરિઝ તાંડવના નિર્માતાઓએ માફી માંગી લીધી છે. એક નિવેદન જાહેર કરીને તાંડવના નિર્માતાઓએ કહ્યુ કે તેમનો ઈરાદો કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો પરંતુ જો આ વેબ સીરિઝથી કોઈને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે. તાંડવ વેબ સીરિઝમાં સૈફ અલી ખાન ઉપરાંત ડિમ્પલ કાપડિયા, તિગ્માંશુ ધૂલિયા, ડીનો મોરિયા, ગોહર ખાન, જીશાન અયુબ અને સુનીલ ગ્રોવર જેવા દિગ્ગજ કલાકારોએ પણ કામ કર્યુ છ. પરંતુ સીરિઝમાં અસલી તાંડવ મચાવ્યુ છે ગોહર ખાને. વાસ્તવમાં ગોહર ખાન એ કડી છે જે બે વાર આખી ગેમની બાજી પલટી દે છે.

તાંડવમાં શું ગોહર ખાનની ભૂમિકા
સીરિઝના પહેલા જ એપિસોડમાં સમર પ્રતાપ સિંહ(સૈફ અલી ખાન) પ્રધાનમંત્રીની ખુરશી મેળવવા માટે પોતાના પિતા અને વર્તમાન પીએમ દેવકી નંદન સિંહ(તિગ્માંશુ ધૂલિયા)ને એક ષડયંત્ર હેઠળ ઝેર આપીને મારી નાખે છે. પોતાના પિતાને અગ્નિ આપ્યા બાદ સમર પ્રતાપ પ્રધાનમંત્રી બનવાનુ સપનુ જોઈ જ રહ્યો હોય છે કે એ વખતે દેવકી નંદન સિંહની પ્રેમિકા અને પાર્ટીની નેતા અનુરાધા કિશોર(ડિમ્બર કાપડિયા)ની સેક્રેટરી મૈથિલી શરણ(ગોહર ખાન)ને હત્યાનો રાઝ ખબર પડી જાય છે.

ગોહર ખાને કેવી રીતે પલટી બાજી
વાસ્તવમાં સમર પ્રતાપ સિંહના આ ષડયંત્રમાં શામેલ હોસ્પિટલનો એક ડૉક્ટર હત્યા પહેલા જ મૈથિલીને ફોન કરીને જણાવી દે છે કે પ્રધાનમંત્રીની હત્યા થવાની છે અને તે તેમને બચાવી લે. જો કે જાણવા મળવા છતાં મૈથિલી પીએમને બચાવવાની કોશિશ નથી કરતી પરંતુ એક ફોન કૉલ દ્વારા એક કરોડ રૂપિયાા બદલે પીએમની હત્યાનો સુરાગ અનુરાધા કિશોર સુધી પહોંચાડી દે છે. બાજી આખી પલટે છે અને અનુરાધા કિશોર, સમર પ્રતાપ સિંહને બ્લેકમેલ કરીને ખુદ પ્રધાનમંત્રી બની જાય છે.

સીરિઝમાં મહત્વની કડી છે ગૌહર ખાન
મૈથિલીને મળેલા સુરાગ દ્વારા અનુરાધા કિશોર પીએમ તો બની જાય છે પરંતુ સમર પ્રતાપ સિંહના ખાસમખાસ ગુરપાલ સિંહ(સુનીલ ગ્રોવર)ની જાળમાં ફસાઈ જાય છે. વાસ્તવમાં ગુરપાલ સિંહ સતત આ શોધવામાં લાગી રહે છે કે છેવટે કોણે પ્રધાનમંત્રી દેવકી નંદનની હત્યાના સમાચાર લીક કર્યા અને છેવટે કડીઓ જોડીને ગુરપાલ, અનુરાધા કિશોરની સેક્રેટરી મૈથિલી સુધી પહોંચી જાય છે. મૈથિલીથી ગુરપાલને એ પણ જાણવા મળે છે કે અનુરાધા કિશોર પાસે સમર પ્રતાપ સિંહ સામે કોઈ પુરાવા નથી.

એક વાર ફરીથી પીએમની ખુરશી હલાવી દે છે ગૌહર ખાન
ગુરપાલ સિંહ એક ડીલ દ્વારા મૈથિલીને પોતાની સાથે મિલાવી દે છે અને અનુરાધા કિશોરનુ એક રેકૉર્ડિંગ, જેમાં તે એ વાત કબૂલ કરે છે કે તે ઈચ્છે તો પીએમ દેવકી નંદન સિંહને બચાવી શકતી હતી, સમર પ્રતાપ સિંહ પાસે પહોંચી જાય છે. આ રીતે મૈથિલી એકવાર ફરીથી આખી બાજી પલટી નાખે છે અને પ્રધાનમંત્રીની ખુરશી અનુરાધા કિશોરના હાથમાંથી સરકી જાય છે. તાંડવમાં લીડ ભૂમિકા ન હોવા છતાં ગૌહર ખાન આખી સીરિઝમાં છવાયેલી રહે છે. માનવામાં આવી રહ્યુ છે કે તાંડવના સેકન્ડ પાર્ટમાં ગૌહરની ભૂમિકા વધુ મહત્વની હોઈ શકે છે.

ખબર નહોતી કે મારો રોલ શું હશે - ગૌહર ખાન
હાલમાં જ તાંડવ સીરિઝ વિશે મીડિયા સાથે વાત કરતા ગૌહર ખાને જણાવ્યુ, 'આ સીરિઝમાં એવો કોઈ લીડ રોલ કે એક કેરેક્ટર નથી, જેને સીરિઝનો નાયક કહી શકાય. તાંડવ સીરિઝની તાકાત જ તેના અલગ અલગ રોલ છે. નિર્દેશક અલી અબ્બાસ જફરે સીરિઝના દરેક કેરેક્ટરને ઘણુ વેઈટેજ આપ્યુ છે. અલી અબ્બાસ જ્યારે મારી પાસે સ્ક્રિપ્ટ મોકલી ત્યારે હું ખૂબ જ ચોંકી ગઈ અને ખુશ થઈ ગઈ. મને ખબર નહોતી કે મારી ભૂમિકા શું હશે પરંતુ એટલી ખબર હતી કે સીરિઝમાં બહુ બધા દમદાર કેરેક્ટર છે અને તેમાંથી એક કેરેક્ટર મારુ છે.'

કેમ થઈ રહી છે તાંડવ પર આટલી બબાલ
તાંડવ સીરિઝ રિલીઝ થયા બાદ તેમાં હિંદુ દેવી-દેવતાઓના અપમાન અને જાતીસૂચત વાતોને શામેલ કરવાના આરોપ લાગી રહ્યા છે. સીરિઝના વિરોધમાં ભાજપ ધારાસભ્ય રામ કદમ, પૂર્વ ધારાસભ્ય કપિલ મિશ્રા અને મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગ સહિત ઘણા નેતા પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. તાંડવમાં સૌથી વધુ વિરોધ અભિનેતા જીશાન અયુબના એ સીન માટે થઈ રહ્યો છે જેમાં જેએનયુની જેમ વીએનયુને બતાવવામાં આવી છે અને જ્યાં તે ભગવાન શિવના ગેટઅપમાં અમુક વાંધાજનક વાતો કહે છે.
સુરત અકસ્માતઃ 15 મજૂરોના મોત પર PM અને CMએ વ્યક્ત કર્યુ દુઃખ