વલસાડના અતુલ ખાતે કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

વલસાડના અતુલ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં 23 જેટલી સ્પર્ધા યોજવામાં આવી હતી.વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોષી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ 2022-23 અતુલ ગ્રામપંચાયતના હોલ ખાતે 6 ભાગમાં યોજવામાં આવ્યો હતો.

Valsad

ગાયન, નૃત્ય, વાદન, અભિનય, સાહિત્ય અને કલા વિભાગ ક્ષેત્રે 3 વયજુથમાં કુલ 23 સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપા આગ્રે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારિયા, જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ નાડોદા, સરપંચ વી. ટી. નાયકા તેમજ અતુલ કંપનીના મેનેજર ગૌતમ દેસાઈએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં વિજેતા થયેલા કલાકારો તેમજ સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કલાકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષામાં પ્રથમ વિજેતા થયેલા કલાકારો દક્ષિણ ઝોન કક્ષામાં ભાગ લેવા જશે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા કલાકારોને રોકડ– પુરસ્કાર તેમજ પ્રમાણપત્રો આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X