For Quick Alerts
For Daily Alerts
અમદાવાદના કઠવાડામાં ઇન્ક બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ રવાના
અમદાવાદના કઠવાડામાં વિસ્તારમાં ઇન્ક બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 10 ગાડીયો રવાના થઇ છે. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીની માહિતી મળી નથી.

Breaking News : અમદાવાદના કઠવાડામાં ઇંક બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, 10 ફાયર ફાઇટર ગાડી રવાના
આ પહેલા શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં 4 નવેમ્બરે બપોરે બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. આ બ્લાસ્ટની આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 7 પુરૂષ અને 5 મહિલા સહિત 12નાં મોત થયાં હતાં.
બૉમ્બે હાઈકોર્ટે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપવાનો ઈનકાર કર્યો