For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ઢોરોને રસ્તે રખડતા કરી દેવા પર થઈ 6 મહિનાની જેલ, અધિકારીઓને ધમકાવવા બદલ બીજી 2 વર્ષની સજા

સ્તે રખડતા ઢોરોને લઈને ગુજરાત હાઈકોર્ટે કડક નિર્દેશ આપ્યા હતા તેમછતાં અમદાવાદમાં પ્રકાશ જયરામ દેસાઈ નામના વ્યક્તિએ પોતાની ગાય રસ્તા પર છોડી દીધી. જાણો કેટલી સજા મળી.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રસ્તે રખડતા ઢોરોને લઈને ગુજરાત હાઈકોર્ટે કડક નિર્દેશ આપ્યા હતા તેમછતાં અમદાવાદમાં પ્રકાશ જયરામ દેસાઈ નામના વ્યક્તિએ પોતાની ગાય રસ્તા પર છોડી દીધી. હવે આ મામલે કડક વલણ અપનાવીને કોર્ટે પ્રકાશ દેસાઈને 6 મહિનાની જેલની સજા સંભળાવી છે. અધિક સેશન જજ સારંગ વ્યાસે આરોપીને 2 વર્ષની વધારાની સજા સંભળાવી છે. રખડતા ઢોરોને ઉઠાવવા ગયેલા CNCDના અધિકારીઓ ધમકાવવાના કારણે કોર્ટે જયરામને 2 વર્ષની સજા સંભળાવી છે.

cattle

ઘટનાની વિગત મુજબ શાહપુરના રહેવાસી જયરામ દેસાઈને 27 જુલાઈ 2019ના રોજ CNCD ટીમના અધિકારીને ધમકાવવા બદલ બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. દેસાઈના પાંચ પશુઓ શાંતિપુરા છાપરા વિસ્તારમાં શાહપુર દરવાજા બહાર રોડ પર રખડતા હતા. આ દરમિયાન તે અધિકારીઓ સાથે ભિડાઈ ગયા અને તેમણે ધમકી પણ આપી. દેસાઈએ ધમકી આપી હતી કે તેઓ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓને પકડાવી દેશે. જે બાદ કોર્ટે દેસાઈને બે વર્ષની કેદની સજા ફટકારી હતી.

દેસાઈ સામે આઈપીસીની કલમ 308, 289, 186 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે ગુજરાત પોલીસ એક્ટ, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટે સુનાવણી દરમિયાન છ સાક્ષીઓને સાંભળ્યા હતા. જો કે, બે સરપંચોએ દેસાઈની તરફેણમાં જુબાની આપી કારણ કે તેઓ બંને દેસાઈ સમુદાયના હતા. પરંતુ દરોડો પાડવા ગયેલા નગરપાલિકાના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે દેસાઈએ પશુઓને રસ્તા પર છોડી દીધા હતા. પશુઓના કારણે રસ્તા પર કોઈને ઈજા થઈ ન હોવાથી દેસાઈ સામે કલમ 308 લાગુ પડતી નથી. પરંતુ દેસાઈને પશુઓને રસ્તા પર છોડી દેવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.

English summary
Ahmedabad: 6 months jail for letting cattle on the street, another 2 years for threatening officials
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X