અમદાવાદમાં ચાર બાળકોની મા સાથે સામૂહિક દુષ્કર્મ, રિક્ષામાં બેસાડીને કર્યુ અપહરણ
અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં ચાર બાળકોની મા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર સરદારનગરમાં આ ઘટના બની. પીડિતાએ આ અંગે સરદાર નગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલિસના જણાવ્યા અનુસાર મહિલાને ઑટો રિક્ષામાં બેસાડીને અપહરણ કરવામાં આવ્યુ. આરોપીઓની સંખ્યા ચાર જણાવવામાં આવી છે. બધાની ધરપકડ કરવામાં આવી છે. હવે તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મહિલાના જણાવ્યા મુજબ એક પરિચિત રિક્ષાચાલક પોતાના ત્રણ મિત્રો સાથે તેના ઘરે આવ્યો હતો. રવિવારે મોકો જોઈે તેણે તેને રિક્ષામાં બેસડી લીધી. ત્યારબાદ રિક્ષાને કોઈ સ્થળે લઈ ગયો. ત્યાં જઈને ચારેએ દારૂ પીધો અને પછી દુષ્કર્મ કર્યુ. મહિલાની તબિયત ખરાબ થઈ જતા તે જેમ-તેમ મુક્ત થઈ. વળી, પોલિસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ કે રિક્ષા ચાલક અને તેના દોસ્ત મહિલાને સરદારનગર વિસ્તારના જ એક રૂમમાં લઈ ગયા હતા.
આ ચારે આરોપીઓએ ત્યાં જ તેની સાથે દુષ્કર્મ કર્યુ. રિક્ષા ચાલકે કહ્યુ કે મહિલાના તેની સાથે આડા સંબંધ છે. આ તરફ મહિલા ચાર બાળકોની મા છે. તે અમદાવાદની છે. તેણે પોલિસ સમક્ષ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંંધાવી છે. મહિલાની ફરિયાદના આધારે પોલિસે ચારે આરોપીઓને પકડી લીધા છે. સરદારનગર પોલિસ સ્ટેશનના અધિકારીએ કહ્યુ કે આ કેસમાં વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
છેતરપિંડીનો આરોપ લગાવીને ટ્રમ્પ બોલ્યા - જશે સુપ્રીમ કોર્ટ