અમદાવાદમાં કોરોના કેસોમાં વધારો યથાવત, 2281 નવા કેસ, 21 સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન
અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો યથાવત છે. શુક્રવારે કોરોનાના 2281 નવા કેસ નોંધવામાં આવ્યા છે.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો યથાવત છે. શુક્રવારે કોરોનાના 2281 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જો કે કોરોનાથી એક પણ દર્દીનુ મોત થયુ નથી. 580 દર્દી રિકવર થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. શહેરમાં 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધીમાં કોરોનાના 8929 નવા કેસ નોંધવામાં આવ્યા છે. માર્ચ 2020થી 7 જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 2,48,981 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી કુલ 2,36,755 દર્દી રિકવર થયા છે. માર્ચ 2020થી 7 જાન્યુઆરી 2022 સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાથી કુલ 3412 લોકોના મોત થયા છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા દરના કારણે 21 સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ 21 પૈકી 19 સ્થળ પશ્ચિમ અમદાવાદના છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સમરસ સેન્ટર શરુ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનુ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે. અમદાવાદ શહેરમાં નીચે મુજબના નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવ્યા છે.
ઓર્ચિડ હોર્મોની સરખેજ, સોરલે અપાર્ટમેન્ટ સરખેજ, યશ ટાવર સેટેલાઈટ, સત્યમ જોધપુર, આર્યમન ફ્લેટ ન્યૂ રાણીપ, દેવદાસ સોસાયટી ચાંદખેડા, સ્વપનીલ અપાર્ટમેન્ટ નવા વાડજ, પ્રેય અપાર્ટમેન્ટ પાલડી, આદિનાથ અપાર્ટમેન્ટ પાલડી, તેજેન્દ્ર પાર્ક નારણપુરા, વૈભવ ટાવર માણેકબાગ, દેવવિહાન અપાર્ટમેન્ટ મોટેરા, તિલકનગર જૂના વાડજ, અરવિંદ સીતાડેલ નવરંગપુરા, મૌલેશ અપાર્ટમેન્ટ ગુલબાઈ ટેકરા, લાવણ્ય સોસાયટી વાસણા, રાજયશ રીવા ન્યૂ વાસણા, નીલકંઠ પાર્ક-1 ગિરધરનગર, ઈસ્કોન પ્લેટિનમ નૉર્થ બોપલ, સવ્ય સ્વરાજ ફેર-1 ગોતા.
નોંધનીય છે કે શુક્રવારે 15થી 18 વર્ષના બાળકો પૈકી 24933 બાળકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કૉર્પોરેશનના રસીકરણ કેન્દ્રો પરથી 31727 લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને 21419 લોકોને રસીનો બીજો ડોઝ એમ કુલ મળીને 53146 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
