અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રેસ આયોજનમાં અવ્યવસ્થા સર્જાતા હોબાળો
દેશભરમાં આજે કોરોના વાયરસની રસી આપવા માટે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે, ગુજરાતમાં પણ 161 કેન્દ્રો પર રસી આપવામાં આવનાર છે, ત્યારે આજે સવારે મીડિયા કર્મીઓ પણ રસીકરણ અભિયાનને કવર કરવા માટે અમદાવાદના સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા. જો કે આ દરમ્યાન પ્રેસ આયોજનમાં અવ્યવસ્થ સર્જાતામાં ભારે હોબાળો મચ્યો હતો. એટલું જ નહિ, મીડિયાકર્મીઓએ મુખ્યમંત્રીના કાર્યક્રમને પણ બોયકોટ કર્યો હતો.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી કોરોના સમગ્ર દેશમાં કોરોના વેક્સીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સીનેશન દરમિયાન મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. પ્રથમ 10 આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ કે કોરોના કાળમાં ખૂબ સેવા કરી. હેલ્થ કર્મચારી, ડૉક્ટરોએ શહીદી વહોરી છે. ગુજરાતમાં 161 જગ્યાએ રસીકરણનો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. વળી, ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ કે ગુજરાતના લોકો સંકોચ, ભ્રમ રાખ્યા વિના વેક્સીન લગાવે, વેક્સીન સુરક્ષિત છે. વેક્સીનનો 10 લાખ ડોઝ કેન્દ્ર સરકારે આપ્યો છે. વેક્સીન સલામત છે. ગેરમાર્ગે દોરાવુ નહિ. બધા કોરોના વૉરિયર્સને વેક્સીન આપીશુ.
રાજ્યના રસીકરણ કાર્યક્રમ હેઠળ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના વેક્સીનની શરૂઆત કરવામાં આવી હતી. એસવીપીના સુપ્રેટેન્ડન્ટ એસ ટી મલ્હાનને કોરોના વેક્સીનનો પ્રથમ ડૉ. મલ્હાનને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. કોરોનાની વેક્સીન લીધા બાદ ડૉ. મલ્હાને કહ્યુ હતુ કે કોરોનાની વેક્સીન લીધી તેવો બેજ પણ આપવામાં આવ્યો. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડાયરેક્ટર મોના દેસાઈ, IIPHના ડાયરેક્ટર દિલીપ માઉલનકર તથા નર્સ ટ્વિંકલ દેસાઈ, NHL કોલેજના ડીન પ્રતીક પટેલે એસવીપી હોસ્પિટલમાં વેક્સીન લીધી હતી. સંસ્કૃત શ્લોકના સૂત્રોચ્ચાર સાથે વેક્સીન આપવામાં આવી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ વેક્સીન લેનારને બેચ લગાવી સમ્માનિત કર્યા હતા.
Corona Vaccination: આરોગ્ય મંત્રીએ વેક્સીનને ગણાવી સંજીવની