જીસીએસ હોસ્પિટલ દ્વારા મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ
અમદાવાદઃ પેશાબ, પથરી, પ્રોસ્ટેટ, કિડનીને લગતા રોગોની તકલીફો માટે દર્દીઓને સમયસર અને સુરક્ષિત રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 15 થી 20 ફેબ્રુઆરી સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત સુપર-સ્પેશીયાલીસ્ટ યુરોલોજીસ્ટ ડોક્ટરો ડો.સ્નેહ શાહ, ડો.ગૌરાંગ વાઘેલા, ડો.ગિરિરાજ વાળા દ્વારા મુત્રમાર્ગને લગતી તકલીફો અને રોગો માટે નિઃશુલ્ક માર્ગદર્શન મળશે.
આ કેમ્પમાં પથરીનો દુઃખાવો-પડખાનો દુઃખાવો, વારંવાર થતી પથરીની બીમારી, પેશાબના માર્ગમાં બળતરા-દુઃખાવો થવો, પેશાબ અટકીને થવો રાત્રિ સમયે વધુ પેશાબ જવું પડે, પૂરતો પેશાબ ના થવો.પથારીમાં પેશાબ થઈ જવો.વારંવાર પેશાબમાં રસી થવી, ઉધરસ કરતાં પેશાબ લીક થવો પ્રોસ્ટેટ, કિડની, પેશાબની કોથળીના કેન્સરની સારવાર, પુરૂષોમાં શુકાણુંની કમી, વંધ્યત્વ, સેક્સને લગતી સમસ્યાઓ, ઉંમરને કારણે પેશાબની તકલીફો, સ્ત્રીઓ તથા બાળકોની મૂત્રમાર્ગને લગતી સમસ્યાઓ, મુત્રમાર્ગને લગતી તમામ તકલીફોની સારવાર આ કેમ્પમાં મળશે. લેપ્રોસ્કોપી-દૂરબીનથી પેશાબની પથરી વિષે માર્ગદર્શન અને સારવાર મળશે.
મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને 'આયુષ્માન ભારત' યોજનાના કાર્ડધારકો માટે નિઃશુલ્ક ઓપરેશન ની સુવિધા ઉપલબ્ધ છે. આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 93135 67107 / 82008 12833 / 079 6604 8171 પર રજીસ્ટ્રેશન કરાઈ શકે છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલ હવે સંપૂર્ણપણે નોન-કોવિડ હોસ્પિટલ છે જ્યાં સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
MP: નહેરમાં પડી મુસાફરો ભરેલી બસ, અત્યાર સુધીમાં કઢાયા 30 શબ