અમદાવાદઃ બર્થડે પાર્ટીમાં ચાલી રહ્યો હતો હુક્કાબાર-ફાયરિંગ, તલવાર-બંદૂકો સાથે 10ની ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારના પાર્ટી પ્લોટમાં આયોજિત એક પાર્ટીમાં ઉત્પાત મચાવીને અમુક યુવકોએ હદ પાર કરી દીધી. અમીર ઘરના યુવકોએ અહીં હુક્કા પીધા. જાહેરમાં હુક્કા બાર ચલાવવા સાથે જ ફાયરિંગ પણ કર્યુ. કેકથી તલવાર કાપવામાં આવી. આ કેસ જ્યારે પોલિસ પાસે પહોંચ્યો તો પોલિસે 10 લોકોની ધરપકડ કરી છે.
પોલિસના જણાવ્યા અનુસાર આ લોકો પાસેથી બંદૂક, પિસ્તોલ અને એક તલવાર પણ જપ્ત કરવામાં આવી છે. તલવારને તે કેક કાપવા માટે લાવ્યા હતા. જાણવા મળ્યુ છે કે દાણીલીમડા વિસ્તારમાં રવિવારની રાતે એક બર્થડે પાર્ટી થઈ હતી જ્યારે દેવ બાદશાહ નામના વ્યક્તિએ તલવારથી કેક કાપ્યુ. ત્યારબાદ જોરદાર ફાયરિંગ કરવામાં આવ્યુ. આ પાર્ટીમાં હુક્કાબારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં હાજર લોકો બિન્દાસ બનીને હુક્કાની મઝા લઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈએ અહીંનો એક વીડિયો શૂટ કરી લીધો હતો.
વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલિસ પાસે પહોંચ્યો. દાણીલીમડા પોલિસ સ્ટેશનના ઈન્ચાર્જ એમએમ લાલીવાલાએ જણાવ્યુ કે આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે. ફોટોમાં એક વ્યક્તિ તલવારથી કેક કાપતા પણ દેખાઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ પ્રસંગે જ આવી પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
CBSE 10મા-12માની પરીક્ષા ફી માફ કરવા માટેની અરજી SCએ ફગાવી