Ahmedabad: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની ઘટના દુઃખદ, સરકારે હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી
Ahmedabad: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, તારીખ 12 નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા યુ. એન. મહેતાના કાર્ડિયોલોજીસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો તેમજ PMJAY-મા યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)ના તપાસ સમીતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે ક્ષતિઓ જણાઇ તે રીપોર્ટ આરોગ્ય વિભાગને રજૂ કર્યો હતો. જેમાં પ્રારંભિક તબક્કે જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલિસણા ગામે આરોગ્ય કેમ્પ કરીને 19 જણાને અમદાવાદ સ્થિત હોસ્પિટલ ખાતે સર્જરી માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી 19 દર્દીઓની એન્જીયોગ્રાફી અને તેમાંથી 07 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાઇ હતી. આ 07 દર્દીઓ પૈકી 02 દર્દીઓનું દુ:ખદ મૃત્યુ નિપજ્યું હતું.

આ સમગ્ર ઘટનામાં કમિટીને ગુનાહિત કૃત્ય અને મેડિકલ બેદરકારી જણાઇ આવતા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે ગેરરિતી બદલ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
અમદાવાદ સ્થિત ખ્યાતી હોસ્પિટલને પી.એમ.જે.વાય-મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલીસ્ટ કરવામાં આવી છે.
આ ઘટના સંદર્ભે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી શકશે નહી.
હોસ્પિટલના માલિક, ટ્રસ્ટી અને અન્ય હોસ્પિટલ સાથે સંલગ્ન હશે તો તે હોસ્પિટલની પણ PMJAY માન્યતાની ચકાસણી કરી તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.
હોસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરૂદ્ધ ભારતીય ન્યાય સહિતા(BNS) ની કલમ 100, 105, 336 અને 61 સહિતની અન્ય કલમો અન્વયેની સરકાર તરફથી પોલિસ ફરિયાદ કરવામાં આવશે.
આ ઘટના સાથે સંકળાયેલા ડૉક્ટર વિરૂદ્ધ જરૂરી પગલાં લેવા માટે Gujarat Medical Council ને સુચના આપવામાં આવશે. વધુમાં હોસ્પિટલમાં અગાઉ થયેલ Cardiology ના કેસોની પણ ચકાસણી કરાશે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, મંત્રીની સૂચનાને પગલે પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગતની મુખ્ય પાંચ ઇમરજન્સી સર્જરીના વ્યવસ્થાગત મજબૂતીકરણ માટેની SOP(Standred Operating Procedure) તૈયાર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
જે મુજબ પ્રાથમિક તબક્કે કાર્ડિયોવાસ્યુકર સર્જરી સંદર્ભે PMJAY એમ્પેલન્ડ હોસ્પિટલમાં Cardiology અને Cardiovascular Surgery Speciality બન્ને હોય તો જ Cardiology Package માટે માન્યતા (સિવાય કે Heart Attackના કિસ્સામાં Primary Angioplasty કરવાની જરૂર હોય) આપવામાં આવશે.
Cardiology Speciality અંતર્ગત ડૉકટરે કામગીરી કરવા માટે ફુલ ટાઈમ Cardiologist જરૂરી છે વધુમાં ડોક્ટર Post DM/MCH ૨ વર્ષનો અનુભવ ફરજીયાત રહેશે. આ સાથે Cardiology પેકેજ માટે કેથલેબ ઉપરાંત Cardiac OT ફરજીયાત રહેશે.
Visiting Cardiologist અથવા Cardiovascular Surgeonને PMJAY અંતર્ગત માન્યતા મળશે નહીં.
આ ઉપરાંત Clinical Establishment Act અન્વયે ચોક્કસ Procedure માટે 'Informed Consent' અંગેની ચોક્કસ જોગવાઈઓ દાખલ કરવામાં આવશે.
PMJAYના High Package વોલ્યુમના દાવાઓના મોનેટરીંગ માટે વધારાના સુપર સ્પેશ્યાલિસ્ટની સેવા લેવામાં આવશે.
આ SOP સંદર્ભેની માહિતી ટુંક સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવશે.વધુમાં અન્ય ઇમરજન્સી પ્રોસિજરને લગતી SOP પણ બનાવીને રજૂ કરાશે.
દ્વિવેદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા - યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) દ્વારા કરવામાં આવેલ કામગીરી સંદર્ભે જણાવ્યું હતું કે, એક વર્ષમાં 95 હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી. જેમાંથી પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાઇ. તેમજ રૂપિયા 20 કરોડથી વધુની રકમની પેનલ્ટી પણ કરવામાં આવી છે. 1024 લાભાર્થીઓની રૂપિયા 44 લાખ જેટલી રકમ પાછી આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
ફોટો સૌજન્ય - ડીડી ગુજરાતી ટ્વિટર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
