For Daily Alerts

અમદાવાદ: વર્ષના અંતિમ દિવસે બેંકમાં તસ્કરો ત્રાટક્યા, લાખો રૂપિયાની કરી ચોરી
કોરોનાના કેસો વધતા રાત્રી કરફ્યૂનો સમય 11થી સવારે 5 વાગ્યા સુધી કરાયો છે. તેથી નવા વર્ષની ઉજવણી અમદાવાદીઓ બહાર ના કરી શક્યા. જોકે આ દરમિયાન દરિયાપુરની બેંકમાં તસ્કરો ત્રાટકી પડ્યા અને લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતા જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.
દરિયાપુર ખાતે આવેલી વિજયા બેંકમાં લાખો રૂપિયાની ચોરી થતા વર્ષના અંતિમ દિવસે અમદાવાદ પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ. મળતી માહિતી મુજબ વિજયા બેંકમાં તસ્કરો આવ્યા હતા અને સ્ટ્રોંગ રૂમમાંથી 9.75 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્ટ્રોંગ રૂમની અન્ય તિજોરીમાં કરોડો રૂપિયા પડ્યા હતા. બેંકમાં ચોરી થતા દરિયાપુર પોલીસને શુક્રવારે ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી ગુનેગારોને પકડા ચકરો ગતિમાન કર્યા છે.
Comments
English summary
Ahmedabad: Millions stolen from a bank on the last day of the year in Dariapur area
Story first published: Saturday, January 1, 2022, 11:02 [IST]