For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના વસ્રાલમાં નવા કમ્યુનિટી હેલ્થ સેન્ટરનુ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યુ લોકાર્પણ

4.78 કરોડ રૂપિયાના ખર્ચે 30 બેડની સુવિધા ધરાવતુ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં 4.78 કરોડ રૂપિયાના ખર્ચે 30 બેડની સુવિધા ધરાવતુ કમ્યુનિટી હેલ્થ સેન્ટર ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ. આ કેન્દ્રમાં આગળ 100 બેડની સુવિધા વધારવામાં આવશે. વળી, આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક, પેડિયાટ્રીક, રેડિયોલૉજી, લેબોરેટરી વગેરેની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. બધા 30 બેડ ટૂંક સમયમાં ઑક્સિજન લાઈન સાથે કનેક્ટ કરવામાં આવશે જ્યાં ઓક્સિજન ટેંકમાંથી ઓક્સિજન પૂરો પાડવામાં આવશે.

pradipsingh jadeja

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની બીજી લહેરે સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં પણ ખૂબ ગંભીર સ્થિતિ સર્જી. દૈનિક મોતના આંકડા પણ એટલા વધ્યા કે લોકોમાં એક પ્રકારનો ભય ફેલાઈ ગયો. તેમાં પણ હવે વૈજ્ઞાનિકોએ ત્રીજી લહેર માટે પણ ચેતવણી આપી દીધી છે. જેમાં બાળકો પર વધુ જોખમ હોવાની વાત કહેવામાં આવી છે. ત્રીજી લહેર માટે સાવચેતી રૂપે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા અગમચેતીના ભાગ રૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં બીજી લહેર વખતે પડેલી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને આ વખતે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ત્રીજી લહેરના નાથવા માટે તૈયારીના ભાગ રૂપે ઠેર-ઠેર કોવિડ-19 સુવિધાયુક્ત આરોગ્ય કેન્દ્રો ઉભા કરવામાં આવી રહ્યા છે.

English summary
Ahmedabad: Minister of State for Home Pradipsinh Jadeja inaugurates new Community Health Center at Vasral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X