
Ahmedabad municipal election result: ભાજપ 119 સીટો પર આગળ, AAP-AIMIM એક પણ નહિ
અમદાવાદઃ આજે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદની નગર નિગમ(મહાનગર પાલિકા)ના ચૂંટણી પરિણામ આવી રહ્યા છે. પંચની ટીમો મતોનુ કાઉન્ટિંગ કરી રહી છે. અત્યાર સુધીન રૂઝાનોમાં અહીં 119 સીટો પર ભાજપ અને 16 સીટો પર કોંગ્રેસ આગળ છે. ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ પણ 4 સીટો પર આગળ છે. જો કે અત્યાર સુધી જે પણ ચૂંટણી અહીં થઈ, સત્તારુઢ ભાજપનુ જ વર્ચસ્વ રહ્યુ. જો કે ગયા રવિવારે મતદાન થયુ ત્યારે લોકોમાં વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા હતા. જે રુઝાન આવી રહ્યા છે તે એઆઈએમઆઈએમ સમર્થકો માટે સારા સંકેત છે.
બધી મહાનગર પાલિકામાં ભાજપ જ આગળ
અમદાવાદમાં વેજલપુર, મણિનગર, નારણપુરા, ભાઈપુરા, પાલડી, બાપુનગર, સરદારનગર, સૈજપુર બોઘા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. જ્યારે દાણીલીમડા અને દરિયાપુરમાં કોંગ્રેસની પેનલ જીતી છે. આપ અને ઓવૈસીની પાર્ટીને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ આપી નથી. અમદાવાદ ઉપરાંત આજે 23 ફેબ્રુઆરીએ જ ગુજરાતની 5 અન્ય મહાનગર પાલિકાઓના પણ ચૂંટણી પરિણામ આવી રહ્યા છે. જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર શામેલ છે. આ રીતે ગુજરાતમાં કુલ 6 મહાનગર પાલિકાઓ છે જ્યાં ચૂંટણી થઈ છે.
અમદાવાદમાં મતદાન ઓછુ થયુ
ચૂંટણી પંચ તરફથી જણાવવામાં આવ્યુ કે અમદાવાદમાં 42.4 ટકા અને જામનગરમાં 53.4 ટકા મતદાન થયુ હતુ. આ સિવાય રાજકોટમાં 50.7 ટકા, ભાવનગરમાં 49.5 ટકા, વડોદરામાં 47.8 ટકા અને સુરતાં 47.1 ટકા મતદાન થયુ હતુ. આ અનુસાર સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં થયુ હતુ.
ભાજપ 58 સીટો પર આગળ, AAPએ ચોંકાવ્યા, કોંગ્રેસે ત્રીજા નંબરે