ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, અમદાવાદની NIDમાં મળ્યા 24 દર્દી, માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકાયુ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. અમદાવાદની National Institute of Design(એનઆઈડી)માં કોરોના વિસ્ફોટ થતા ત્રણ દિવસમાં કોરોનાના કુલ 24 કેસ નોંધાતા કેમ્પસમાં શૈક્ષણિક કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. NIDના બે છાત્રોની સ્થિતિ હાલમાં ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં ભરતી છે. ન્યૂ બૉયઝ હોસ્ટેલ અને સી બ્લૉકના 167 રૂમના 178 લેોકોને માઈક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે ગયા મહિને કેમ્પસમાંથી સ્વસ્તિક સોની નામનો વિદ્યાર્થી દીવ ગયો હતો. 4 મેના રોજ કેમ્પસમાં મૂવી શો રાખવામાં આવ્યો હતો. એ વખતે ભીડ એકઠી થતા કોરોના વિસ્ફોટ થયો છે. તમામ વિદ્યાર્થી એ સિમ્પ્ટોમેટીક અથવા કોરોનાના માઈલ્ડ લક્ષણ ધરાવે છે. કોરોના વિસ્ફોટને પગલે મ્યુનિસિપલ કૉર્પોરેશને અમદાવાદ એનઆઈડી કેમ્પસને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મૂકવા નિર્ણય કર્યો છે. 18 ફેબ્રુઆરી બાદ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ સ્થળ જાહેર કરાયુ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની કોઈ શિક્ષણ સંસ્થામાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવુ આ બીજા વાર થયુ છે. આ પહેલા ગાંધીનગરના ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી(GNLU)માં ગયા મહિને 162 કોવિડ દર્દી મળ્યા હતા. જો કે, હવે GNLU કોવિડ ફ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં હાલમાં 147 કોવિડ કેસ સક્રિય છે. વળી, 1590 લોકો ક્વોરંટાઈન છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,941 લોકો કોરોનાથી જીવ ગુમાવી ચૂક્યા છે. નોંધનીય છે કે દેશના બીજા રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. 8 મેના રોજ છેલ્લા 24 કલાકમાં 3451 કોવિડ દર્દીઓ મળ્યા હતા.