For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કહેરઃ કબ્રસ્તાનોમાં શબોનો ઢગલો, દર 2 કલાકે લવાઈ રહી છે 3 લાશો

કોરોના મહામારીના સંક્રમણના આ દિવસોમાં અમદાવાદમાં રોજ એટલા લાશો સ્મશાનો અને કબ્રસ્તાનો પર પહોંચી રહી છે કે અંત્યેષ્ટિની પ્રક્રિયા અટકતી જ નથી.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના મહામારીના સંક્રમણના આ દિવસોમાં અમદાવાદમાં રોજ એટલા લાશો સ્મશાનો અને કબ્રસ્તાનો પર પહોંચી રહી છે કે અંત્યેષ્ટિની પ્રક્રિયા અટકતી જ નથી. સ્મશાનોમાં જ્યાં 25-30 લાશોમાં લાવવામાં આવી રહી છે ત્યાં કબ્રસ્તાનોમાં પણ મરેલા લોકોના શરીરના ઢગલા થઈ રહ્યા છે. દર 2 કલાકે સરેરાશ 3 લાશો સ્મશાનમાં લાવવામાં આવી રહી છે. અંતિમ સંસ્કાર ચોવીસે કલાક થઈ રહ્યા છે. ત્યાં સુધી કે શબ-વાહનોમાં 4-4 કલાકનુ વેઈટિંગ ચાલી રહ્યુ છે.

corona

કોરોના મૃતકો વિશે શહેરના સ્મશાન તેમજ કબ્રસ્તાનોમાંથી એક વાત સામે આવી છે કે અધિકૃત રીતે કોરોનાથી દિવસમાં 13-14 મોત જ બતાવવામાં આવે છે જ્યારે લાશો તો 25-30 પહોંચી રહી છે. અહીંના મુખ્ય સ્મશાનમાં તો લાશોના ઢગલા લાગી રહ્યા છે અને દર બે કલાકમાં ત્રણ લાશો લાવવામાં આવી રહી છે. કબ્રસ્તાનોમાં પહોંચનાર લોકોનો આંકડો પણ ઘણો વધુ છે. વળી, અંતિમધામ ગૃહમાં શબને લઈ જવા માટે લગભગ ચાર કલાક સુધી રાહ જોવી પડે છે.

દિવાળી પછી અમદાવાદમાં સ્થિતિ બગડી રહી છે અને હોસ્પિટલ બેડથી બહાર ચાલી રહ્યા છે. શહેરમાં રોજ સરકારી આંકડા મુજબ 13-14 દર્દી મરી રહ્યા છે પરંતુ હકીકતાં આખો દિવસ એમ્બ્યુલન્સની સાયરન સંભાળાય છે અને કબ્રસ્તાનમાં લાશોના ઢગલા થાય છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર રોક 31 ડિસેમ્બર સુધી લંબાવાઈઆંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પર રોક 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ

English summary
Ahmedabad: Pile Of corpses in the crematorium and kabrastan, 25-30 Bodies funeral daily in covid period.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X