For Daily Alerts
અમદાવાદ: માસ્ક ન પહેરનારા લોકો પાસેથી પોલીસે વસૂલ્યો મસમોટો દંડ
કોરોનાથી આખી દુનિયામાં કોરોનાનો કહેર પ્રસર્યો છે. આ બાબતમાં ગુજરાત પણ જરાંયે પાછળ નથી, એમાય ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયેલા રહ્યા છે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન ન આવે ત્યાં સુધી દરેક લોકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે. સરકાર પણ વારંવાર આ વાતને લઈને લોકોને ચેતવણી આપતી રહી છે.

અમદાવાદ : માસ્ક ન પહેરનારા લોકો પાસેથી પોલીસે વસૂલ્યો મસમોટો દંડ
સરકાર પણ લોકોને સતત માસ્ક પહેરવા માટે સૂચનો આપતી રહે છે. માસ્ક ન પહેરનારા લોકોને તેની આકરા સજાના ભાગ રૂપે દંડ પણ વસૂલવામાં આવે છે. અમદાવાદમાં માસ્ક ન પહેરનારા લોકો પાસેથી અત્યાર સુધીમાં દંડના ભાગરૂપે પોલીસે 18 કરોડ ખંખેરી લીધા છે. જ્યારે એક અઠવાડીયાની અંદરમાં બે કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલાયો છે.
જૂનાગઢ: માળીયાહાટીના જલંધર ગામે રાજગોર બ્રાહ્મણ બુટ ભવાની માતાજીનો હવન યજ્ઞ યોજાયો