For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં કોવિડ કૉ-ઓર્ડિનેટર નિયુક્ત કરાશે, PSP ને કરોડનો દંડ

અમદાવાદમાં કોવિડ કૉ-ઓર્ડિનેટર નિયુક્ત કરાશે, PSP ને કરોડનો દંડ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોનાના વધતા સંક્રમણને જોતા અમદાવાદ મહાનગરપાલિકાએ હવે સોસાયટીમાં પણ કોવિડ કો-ઓર્ડિનેટર નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા છે. અમદાવાદની કન્સ્ટ્રક્શન કંપની પીએસપીને આવું ના કરવા બદલ એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કંપનીએ ગાંધીનગરમાં ત્રણ માળના મુખ્યમંત્રી કાર્યાલય સ્વર્ણિમ સંકૂલનું નિર્માણ કર્યું છે.

અમદાવાદ મનપાએ દંડ ફટકાર્યો

અમદાવાદ મનપાએ દંડ ફટકાર્યો

અમદાવાદમાં કંસ્ટ્રક્શન કંપની પીએસપીના 277 શ્રમિકો કોરોના સંક્રમિત થતાં અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશને કંટેનમેન્ટ ઝોન ઘોષિત કરવાની સાથે કોવિડ કો-ઓર્ડિનેટર નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા હતા. કો-ઓર્ડિનેટર નિયુક્ત ના કરવા પર મનપાએ કંપની પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પીએસપી પ્રોજેક્ટ મિલિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પીએસ પટેલ છે, તેમની જ કંપનીએ મુખ્યમંત્રી કાર્યાલયનું નિર્માણ કર્યું છે.

અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યા વધી

અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યા વધી

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખ 5 હજાર 671ને પાર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 3123 થઈ ગયો છે. ગુજરાતમાં 86134 લોકો સ્વસ્થ થઈ ઘરે પહોંચી ગયા છે પરંતુ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગત 24 કલાકમાં ગુજરાતમાં 1330 કોરોના સંક્રમિત મળી આવ્યા જ્યારે 15 વધુ લોકોના કોરોનાને કારણે મોત થયાં છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32696એ પહોંચી ગઈ છે અને આ આંકડો સતત વધી રહ્યો છે.

24 કલાકમાં 172 નવા મામલા

24 કલાકમાં 172 નવા મામલા

ગત 24 કલાકમાં અમદાવાદમાં 172 નવા મામલા સામે આવ્યા છે. કોરોના પર કાબૂ મેળવવા માટે મહાનગરપાલિકાએ સોસાયટીઓ અને બહુમાળી બિલ્ડિંગોની સ્કીમમાં કોવિડ કો-ઓર્ડિનેટર નિયુક્ત કરી દીધા છે અને સાથે જ કંટેનમેન્ટ ઝોનથી લોકોને બહાર લઈ જવા પર પણ રોક લગાવી દીધી છે. માત્ર ઈમરજન્સી અથવા મેડિકલ ઈમરજન્સી હોવા પર જ લોકોને બહાર જવાની મંજૂરી મળશે.

આ પણ વાંચો-કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 75 હજારથી વધુ નવા કેસઆ પણ વાંચો-કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 75 હજારથી વધુ નવા કેસ

English summary
AMC fines PSP Rs 1 crore for not appointing Covid coordinator
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X