
Children's day: અંધજન મંડળના બાળકો સાથે JOSH Appએ કરી ઉજવણી, અરવિંદ વેગડા પણ રહ્યા હાજર
ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો અને બાળવાર્તાઓનું મહત્ત્વ ઉમદા રહ્યું છે. આજે પંડિત નહેરુની જન્મજયંતી નિમિત્તે દેશ બાળદિન (Children's Day) ઊજવી રહ્યો છે. JOSH Appએ અમદાવાદમાં આવેલા અંધજન મંડળમાં દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી હતી. આ કાર્યક્રમાં જોશ એપની ટીમ તથા ભલામોરી રામા સ્ટાર અરવિંદ વેગદડા તથા ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં એક્ટિંગ કરનાર અભિનેત્રી ઉર્વશી પણ હાજર રહ્યાં હતા.
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અંધજન મંડળમાં યોજાયેલ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો સાથે ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરી જોશ એપ ટીમે બાળકોને એન્ટરટેન કર્યા હતા. અરવિંદ વેગડાએ બાળકો સાથે વાત કરી, તેમણે ભલા મોરી રામા ગીત ગાઇ બાળકો સાથે ડાંસ પણ કર્યો હતો. જોશ એપની ટીમે બાળકોને સ્કુલ બેગ, બ્લેન્કેટ અને એક કીટ ભેટમાં આપી તેમને પ્રોત્સાહીત કર્યા હતા.
આ પ્રસંગે અરવિંદ વેગડાએ કહ્યું હતું કે ચિલ્ડ્રન્સ ડેની બાળકો સાથે ઉજવણી કરી આનંદ અનુભવું છુ. આ ઉપરાંત ઉર્વશીએ કહ્યું કે દરેક વ્યક્તિમાં ક્યાંકને ક્યાંક બાળક છુપાયેલું હોય છે. હુ આ બાળકોને જોઇ મારૂ બાળપણ યાદ કરૂ છુ. જોશ ટીમના ધારા બહેને કહ્યું કે અમારી ટીમ આવા કાર્યક્રમો યોજી બાળકોને પ્રોત્સાહિત કરતી રહે છે. અમે અમદાવાદ અંધજન મંડળના બાળકો સાથે ઉજવણી કરી આનંદ અનુભવી રહ્યાં છીયે.
ચિલ્ડ્રન્સ ડે શા માટે ઉજવાય છે?
બાલ દિવસ(Children's Day) દેશભરમાં 14 નવેમ્બરના રોજ મનાવાય છે. 14 નવેમ્બરના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુનો (Pandit Jawaharlal Nehru) જન્મદિવસ છે. બાલ દિવસના રોજ અનેક શાળાઓમાં અભ્યાસ કરાવાતો નથી, પરંતુ રમત-ગમતનું આયોજન કરવામાં આવે છે. અનેક સ્કૂલોમાં બાલ દિવસના રોજ બાળકોને પિકનિક પર લઈ જવામાં આવે છે. બાલ દિવસના રોજ સ્કૂલોમાં બાળકોને ગિફ્ટ્સ આપવામાં આવે છે. બાલ દિવસ ઉત્સવનું આયોજન દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોના મહત્વને દર્શાવે છે.
સંયુક્ત રાષ્ટ્રોએ(United Nations) 20 નવેમ્બર, 1954ના રોજ 'બાલ દિવસ' મનાવાની જાહેરાત કરી હતી. ભારતમાં પંડિત જવાહર લાલ નેહરુના નિધન પહેલા 20 નવેમ્બરના રોજ બાલ દિવસ મનાવાતો હતો. 27 મે, 1964ના રોજ પંડિત નેહરુના નિધન પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતાં સર્વસંમતિ સાથે એ નિર્ણય લેવાયો હતો કે હવેથી દેશમાં દર વર્ષે 'ચાચા નેહરુ'ના જન્મદિવસ 14 નવેમ્બરના રોજ 'બાલ દિવસ' મનાવામાં આવશે.
પંડિત નેહરુ બાળકોને ખુબ જ પ્રેમ કરતા હતા અને એટલા માટે જ તેઓ 'ચાચા નેહરુ' તરીકે પણ ઓળખાતા હતા. તેઓ કહેતા હતા કે, "આજના બાળકો આવતીકાલનું ભારત બનાવાના છે. આપણે તેમનો જેવી રીતે ઉછેર કરીશું, દેશના ભવિષ્યનું એ મુજબ નિર્માણ થશે."