અમદાવાદમાં ફરીથી વધ્યા કોરોના વાયરસના કેસ, જાણો હોસ્પિટલની સ્થિતિ
અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં કોરોના દર્દીઓ સતત વધી રહ્યા છે. દિવાળી બાદ અહીં સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. કોરોના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. સંક્રમિતોની કુલ સંખ્યા 46,268 સુધી પહોંચી ગઈ છે. સક્રિય દર્દીઓની સંખ્યા 3,300 છે. અત્યાર સુધી 1952 લોકો અહીં દમ તોડી ચૂક્યા છે. વળી, હવે સંક્રમણના નવા કેસ વધવાની સંભવનાને જોતા રાજ્ય સરકારે અમદાવાદમાં ફરીથી કર્ફ્યુ લગાવી દીધો છે. એક અધિકારીએ જણાવ્યુ કે અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતે 9 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુની ઘોષણા કરવામાં આવી છે.
41016 લોકો થયા કોરોના મુક્ત
આરોગ્ય વિભાગમાંથી મળેલી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 41,016 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. જો કે નવા દર્દીને જોતા અહીં અસારવા સ્થિત સિવિલ કેમ્પસના કિડની અને કેન્સર હોસ્પિટલોમાં કોવિડ વૉર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે 1200 બેડવાળી સિવિલ હોસ્પિટલ પરિસરમાં લગભગ 725 બેડ પર દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. આ વિશે હોસ્પિટલના ચિકિત્સા અધિક્ષક ડૉ.જયપ્રકાશ મોદીએ માહિતી આપી. તેમણે જણાવ્યુ કે ગુરુવારે કોવિડ હોસ્પિટલમાં 723 બેડ પર દર્દી કોરોનાનો ઈલાજ કરાવી રહ્યા છે. હાલમાં પોણા પાંચસોની આસપાસ બેડ ખાલી છે.
કોરોના દર્દી માટે કેટલી છે હોસ્પિટલો?
તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરી સાત સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. આ ઉપરાંત અહીં 72 ખાનગી હોસ્પિટલ પણ કોવિડ-19 દર્દીઓ માટે તૈયાર કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ જણાવવામાં આવ્યુ હતુ કે ખાનગી હોસ્પિટલોમાં 2254 બેડ ઉપલબ્ધ છે જેમાંથી 2076 બેડ પર હાલમાં દર્દીઓને રાખવામાં આવ્યા છે. આ હોસ્પિટલોમાં 781 આઈસોલશન બેડ પણ છે. હાઈ ડિપેન્ડેન્સી બેડની સંખ્યા અહીં 784 છે. વેંટીલેટર વિનાના 350 આઈસીયુ બેડ છે. સાથે જ વેંટીલેટર સાથે 161 આઈસીયુ બેડ છે જેમાંથી 13 ખાલી છે.
57 કલાકના કર્ફ્યુમાં કઈ દુકાનો રહેશે ખુલ્લી?
અહીં કર્ફ્યુ દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. કર્ફ્યુ વિશે અમદાવાદના કોવિડ ઈન્ચાર્જ તેમજ અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ કહ્યુ કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલના નિર્દેશાનુસાર આ નિર્ણય કરવામાં લેવામાં આવ્યો છે. જે હેઠળ શનિવાર અને રવિવારના બે દિવસ કર્ફ્યુ રહેશે. આ સમય 57 કલાકનો થાય છે.
માસ્ક ન પહેરવા પર 2000ના દંડ સામે ભાજપ-કોંગ્રેસનો વિરોધ