For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં કોરોનાના 4 કેસ નોંધાયા, 119 દિવસમાં સૌથી ઓછા

શહેરમાં રવિવારે કોરોનાના 4 કેસ નોંધવામાં આવ્યા હતા. જાણો અમદાવાદ શહેરની કોરોના અપડેટ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શહેરમાં રવિવારે કોરોનાના 4 કેસ નોંધવામાં આવ્યા હતા. વળી, કોવિડના આઠ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ હતુ તે બાદ સક્રિય દર્દીઓની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા 189 દિવસના સૌથી ઓછા 9 કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ 26 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે સક્રિય કેસ 259 સુધી પહોંચી ગયા છે. કુલ કેસોમાંથી ત્રણ દર્દીઓ વેંટીલેટર પર છે. રાજ્યમાં રવિવારે કોરોનાથી કોઈ પણ મોત નોંધવામાં આવ્યુ નથી.

corona

કોરોના વાયરસના લેટેસ્ટ કેસોની અપડેટ સાથે ઝીરો સક્રિય કેસવાળા જિલ્લાઓની સંખ્યા 18 સુધી પહોંચી ગઈ છે. બીજા આઠમાં 10થી ઓછા સક્રિય કેસ છે જ્યારે બાકીના સાતમાં 50 સુધી સક્રિય કેસો છે. કોઈ પણ જિલ્લામાં 50થી વધુ સક્રિય કેસ નથી. જ્યારે 8માં 10થી ઓછા સક્રિય કેસ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 8814 લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને 6153 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કુલ મળીને 5.34 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 4.99 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. રાજ્યમાં 12-14 વર્ષના બાળકોને છેલ્લા 24 કલાકમાં 7456 ડોઝ આપવામાં આવતા સંખ્યા 12.5 લાખ સુધી પહોંચી ગઈ છે.

English summary
Covid-19 case in Ahmedabad is at 4 in last 24 hrs, 119 day low
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X