ધનતેરસ-દિવાળી પર રાતે 12 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવાની સરકારે આપી મંજૂરી
અમદાવાદઃ ધનતેરસ અને દિવાળી જેવા તહેવારો પર બજાર અને દુકાનો અડધી રાત સુધી ખુલ્લા રાખી શકાશે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં સરકારે આની મંજૂરી આપી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ કહ્યુ કે શહેરવાસીઓ કોવિડ ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને ખરીદી કરવા માટે સ્વતંત્ર છે. કોરોના વાયરસના સંક્રમણના કેસ હવે ઘટવાના કારણે લોકો રાતે 12 વાગ્યા સુધી બજારમાં દુકાનો ખુલ્લી રાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ નિયમ આજે રાતથી લાગુ કરી દેવામાં આવશે.
માહિતી મુજબ એક મહિના પહેલા કોરોનાની સ્થિતિને જોતા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરમાં બધી દુકાનોને 10 વાગે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આની પાછળનુ કારણ એ હતુ કે શહેરના એસ જી હાઈવે, પ્રહલાદ નગર, સિંધુ ભવન જેવા વિસ્તારોમાં યુવાનો મોડી રાત સુધી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટંસીંગ વિના બેસવા લાગ્યા હતા. આના કારણે દુકાનોને 10 વાગે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવે હાલમાં દિવાળીના તહેવાર માટે શહેરના બજારોમાં લોકો વચ્ચે ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દુકાનો પર ભીડ ઉમટી રહી છે. મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન સિવાય તમામ દુકાનો તેમજ માર્કેટ રાતે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે. પોલિસ કમિશ્નર દ્વારા પહેલા કરવામાં આવેલી ઘોષણા મુજબ રાતે 11 વાગ્યા સુધી દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે. એવામાં હવે જો પોલિસ 11 વાગે બજાર બંધ કરાવે તો તેને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવશે.
'આયુર્વેદ ભારતનો વારસો છે, તેના વિસ્તારમાં જ માનવતાની ભલાઈ'