ઈલાજ કરાવીને પાછા આવી રહેલ પરિવારનો અમદાવાદ-કચ્છ હાઈવે પર અકસ્માત, 3 લોકોના મોત
અમદાવાદઃ એક પરિવારના સભ્યો પોતાના દીકરાનો ઈલાજ કરાવીને પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની એમ્બ્યુલન્સ પલટી ગઈ. જેના કારણે પિતા-પુત્ર સહિત 3 વ્યક્તિઓના એમ્બ્યુલન્સમાં જ મોત થઈ ગયા. આ દૂર્ઘટના અમદાવાદ-કચ્છ હાઈવે પર ધનાલા ગામ પાસે રાતે અઢી વાગ્યાની છે. ઠંડીમાં એ દરમિયાન ચીસાચીસ મચી ગઈ. ઘણા સમય બાદ તેમના સુધી મદદ પહોંચી. માહિતી મુજબ દૂર્ઘટનામાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર તેમજ અન્ય એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે.
માહિતી મુજબ બંને ઘાયલોને મોરબીની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વળી, જે છોકરાને ઈલાજ કરાવીને હોસ્પિટલમાંથી લાવવામાં આવી રહ્યો હતો તે આ દૂર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયો. તેનુ નામ શ્યામ છે કે જે 14 વર્ષનો છે. મૃતકોમાં 61 વર્ષીય દાદા કાનિયાભાઈ ગઢવી, પિતા વાલજીભાઈ ગઢવી અને ભાઈ વસંત ગઢવી શામેલ છે. ત્રણે મૃતકોને મોરબીની હોસ્પિટલમાં મોકલીને તેમનુ પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવી રહ્યુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મૃતકોની સૂચના મળવા પર પરિવારના અન્ય સભ્યો મોરબી પહોંચી ગયા છે.
વાલજીભાઈના પરિવારજનોના જણાવ્યા મુજબ 14 વર્ષીય શ્યામને વિજળીનો ઝટકો લાગી ગયો હતો ત્યારબાદથી અમદાવાદમાં તેનો ઈલાજ ચાલી રહ્યો હતો. બાદમાં તેને ઘણુ સારુ થઈ જતા તેને માંડવીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. વળી ત્યાં લગભગ તે રિકવર થઈ ગયો તો પિતા વાલજીભાઈ, દાદા કાનજીભાઈ અને ભાઈ વસંત તેને લઈને અમદાવાદ આવ્યા. બધા ત્યાંથી માંડવી જા માટે પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં આવી રહ્યા હતા ત્યારે ધનાલા પાસે આ દૂર્ઘટના બની.
7 વર્ષ બાદ આજે જેલમાંથી બહાર આવ્યો આસારામનો પુત્ર નારાયણ