Gujarat Cold: ગુજરાતમાં વધી ઠંડી, જાણો તમારા શહેરનું તાપમાન
Gujarat Cold: રાજ્યમાં ઠંડીનો વધારો થઇ રહ્યો છે. કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી ઓછુ તાપમાન 12 ડિગ્રી નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં 18.3 ડિગ્રી છે, જે કારણે લોકો ગરમ કપડા પહેરીને બહાર નીકળી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના ડીસામાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 18 ડિગ્રી, વડોદરામાં 17.4 ડિગ્રી, ભુજ અને રાજકોટમાં 15.4 ડિગ્રી અને અમરેલીમાં 17.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદને કારણે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. વરસાદ બંધ થયા બાદ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે લોકોએ ઠંડા કપડા ઉતારવા પડ્યા છે. સવારે તાપમાનમાં ઘટાડો થતાં વાતાવરણમાં ધુમ્મસ છવાઈ ગયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના હવામાનમાં પલટો આવશે. આકાશમાં વાદળોની અવરજવર રહેશે. ગુરુવારના રોજ નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં નવેમ્બરના અંતિમ સપ્તાહમાં થયેલા કમોસમી વરસાદ બાદ ફરી એકવાર વાદળોનો ખતરો તોળાઈ શકે છે. આ અંગે હવામાન વિભાગે અંદાજો લગાવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 થી 5 ડિસેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં આકાશ વાદળછાયું રહેશે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 ડિસેમ્બરના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે 2 થી 4 ડિસેમ્બરે દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, 1 થી 5 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં ફેરફાર જોવા મળશે. 1 ડિસેમ્બરના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં વાદળોની અસર જોવા મળશે. જ્યારે 2જી, 3જી અને 4ઠ્ઠી ડિસેમ્બરે હળવા ઝરમર વરસાદની શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ પછી 6 ડિસેમ્બરથી હવામાન ખુલ્લું રહેશે.












Click it and Unblock the Notifications
