અમદાવાદમાં કોરોના શા કારણે વકર્યો તેનુ કારણ જણાવ્યુ આરોગ્ય મંત્રીએ
અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસ વધવાના પગલે કેન્દ્ર સરકારની ટીમ અમદાવાદની એસવીપી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. કોરોના ટેસ્ટીંગ અને સંક્રમણ બાબતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને કેટલાંક સૂચનો કર્યા હતા. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડૉ.એસ કે સિંઘની અધ્યક્ષતામાં અન્ય 3 નિષ્ણાત ડૉક્ટરો ગુજરાત આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયના ડૉક્ટર એસ કે સિંઘે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે અમદાવાદમાં કોરોના શા કારણે વકર્યો તેના પર પ્રકાશ પાડ્યો હતો.

આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ કે સિંઘે જણાવ્યુ કે, 'અમદાવાદમાં અમારો બે દિવસીય મુલાકાત હતી જેમાં કેન્દ્રની અમારી ટીમે વિવિધ પાસાંઓનુ અવલોકન કર્યુ. આજે આપણે જોઈએ છીએ કે દુનિયામાં જે રીતે કોવિડ-19નુ સંક્રમણ વધ્યુ છે તેના કારણે 216થી વધુ દેશ આનાથી સંક્રમિત થયા છે. બધા દેશો પોતાની ક્ષમતા અને ટેકનોલોજી મુજબ કોરોનાના સંક્રમણને કાબુમાં કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારતમાં પણ સરકાર દ્વારા શરૂઆતથી જ યોજનાબદ્ધ રીતે કોરોના સામેની આખી લડાઈ લડવામાં આવી છે. જેના ફળ સ્વરૂપ દેશમાં કોરોનાનો મૃત્યુ દર અને ફેલાવનો દર બંને કાબુમાં છે.'
આ દરમિયાન મળેલા સમયમાં આપણી ટેસ્ટીંગ ક્ષમતા 1 લેબમાંથી અઢી હજાર લેબ સુધી પહોંચી શકી. આપણો મૃત્યુદર ઘટી રહ્યો છે અને રિકવરી દર વધી રહ્યો છે. સક્રિય કેસનો દર પણ સીમામાં ચાલી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, 'આ એક એવી પ્રક્રિયા છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન રૂપે સહયોગ કરે છે. જનતા પાસે પણ એવી અપેક્ષા છે કે તે એ રીતે સહયોગ આપે જે મુજપ આપણા માનનીય મુખ્યમંત્રીનો એક દ્રષ્ટિકોણ છે કે 'જ્યાં સુધી વેક્સીન નહિ ત્યાં સુધી ઢીલાશ નહિ', 'બે ગજની દૂરી અને માસ્ક છે જરૂરી'. આ સમગ્ર બાબતે અવલોકન અને ચર્ચા કરવા માટે અહીં આવ્યા હતા.'
કોરોનાના વધતા મામલાથી SC નારાજ, ગુજરાત સરકારને ફટકાર લગાવી