For Quick Alerts
For Daily Alerts
અમદાવાદમાં સીએનજી રિક્ષાની લુંટ કરનારા ગણતરીના કલાકોમાં ઝડપાયા
અમદાવાદના અસલાલી વિસ્તારમાં સીએનજી રિક્ષાની લૂંટની ઘટના બની હતી. અસલાલી પોલીસે સીએનનજી રિક્ષાની લુંટની ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ પાસેથી ચોરીની રિક્ષા સહિત 55 હજાર રૂપિયાના મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ : સીએનજી રીક્ષાની લૂંટ કરનારા 4 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
ગઇકાલે 4 જુલાઇના રોજ લુંટની ઘટનામાં આરોપીઓએ રિક્ષા જચાલકને માર મારી સીએનજી રિક્ષાની લૂંટ ચલાવી હતી. જે બાદ અસલાલી પોલીસે આરોપીઓની શોધમાં ચક્રો ગતિમાન કર્યા હતા. આ લુંટની ઘટનાના આરોપીઓ લાંભી ગામ ખાતે આવેલી પાણીની ટાંકી પાસે રિક્ષાનો વેચાણ કરવા જઇ રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે રિક્ષા વેચવા આવેલ આરોપીઓને ઝડપી રિક્ષા કબ્જે કરી હતી. પોલીસે 4 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ચાર આરોપી મુળ ઉત્તર પ્રદેશના અને ચાંગોદરમાં રહેતા હતા.
Comments
English summary
In Ahmedabad, CNG rickshaw robbers were caught in a matter of hours