'કોરોનાના બહાને પતિ ફરવા નથી લઈ જતો', કોર્ટમાં આવી રહ્યા છે આવા ઝઘડા
અમદાવાદઃ કોરોના કાળ દરમિયાન ગુજરાતમાં નાની-નાની વાતોના ઝઘડા કોર્ટમાં પહોંચી રહ્યા છે. પતિ-પત્નીના અમુક કેસોમાં તો વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ છે. ફેમિલી કોર્ટ તેમજ હેલ્પલાઈન કર્મીઓના જણાવ્યા મુજબ મહામારીના આ દોરમાં એવી સ્થિતિ બની ગઈ છે કે કોઈ પતિ દ્વારા પતિને ફરવા ન લઈ જવાના કારણે મારપીટ થઈ રહી છે. ઘરેલુ હિંસાના કેસ વધી રહ્યા છે. તેને ઉકેલવા માટે કોર્ટ અને હેલ્પલાઈન આવા દંપત્તિઓનુ કાઉન્સેલિંગ કરી રહી છે.

અમીર ઘરના પતિ-પત્ની વિદેશ યાત્રા પર ઝઘડ્યા
આ રીતનો એક કેસ વિદેશની ટૂરનો છે. ફ્લાઈટ બંધ હોવાના કારણે વિદેશ ન જઈ શક્યા તો પત્નીએ પતિની ફરિયાદ કરી દીધી. અહીં અમદાવાદના એક અતિ સમૃદ્ધ પરિવારના પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી વિદેશ ફરવા જવાની વાત પર ઝઘડો ચાલી રહ્યો છે. ગરમીમાં કોરોના સંક્રમણ વધવાના કારણે ફ્લાઈટો બંધ થઈ જવાથી બંનેનુ અંદમાન દ્વીપ પર જવાનો કાર્યક્રમ રદ થયો હતો. ત્યારબાદથી બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. છેવટે પતિએ પત્નીને વચન આપ્યુ હતુ કે દિવાળીની રજાઓમાં તે તેને ગમે એ રીતે વિદેશ લઈ જશે. ફ્લાઈટો શરૂ ન થવાના કારણે બુકિંગ ન થયુ તો ઝઘડો વધી ગયો. પત્નીએ હેલ્પલાઈનમાં ફરિયાદ કરાવી દીધી. બંનેના પરિવારજનો હવે સમાધાનની કોશિશમાં લાગ્યા છે.

આ એક કારણથી પત્ની પર ઉઠાવી દીધો હાથ, થઈ ગઈ ફરિયાદ
આ તરફ અમદાવાદની પૉશ કૉલોનીમાં યુવક જ્વેલરી શૉપ ચલાવે છે. તેની પત્નીએ હેલ્પલાઈનમાં ફરિયાદ કરી કે તેના પતિએ તેના પર હાથ ઉઠાવ્યો. આના પર પતિએ હેલ્પલાઈનમાં પોતાનો પક્ષ રાખીને કહ્યુ કે કોરોનાના કારણે લાંબા લૉકડાઉનથી તેની આખી સિઝન ખરાબ થઈ હતી. એવામાં તેને આશા હતી કે આ દિવાળીમાં થોડી કમાણી થઈ જશે તો થોડી રાહત મળશે. પરંતુ પત્ની જિદ પર અડી છે કે દિવાળીમાં તેને ફરવા જવુ છે. આ વાત પર પત્ની અડધી રાતે ઝઘડવા લાગી જેના કારણે ઈચ્છા ન હોવા છતાં પણ મારો હાથ ઉઠી ગયો.

હનીમૂન પર ન લઈ ગયો તો પત્નીએ માંગ્યા ડિવોર્સ
આવો જ એક કિસ્સો ઈસનપુરમાં રહેતી યુવતી સાથે થયો. યુવતીના ફેબ્રુઆરીમાં યુવક સાથે લગ્ન થયા. યુવક એક આઈટી કંપનીમાં નવી નોકરીમાં લાગ્યો હતો. પરંતુ લૉકડાઉન બાદ તેનો પગાર કપાવા લાગ્યો જેના કારણે બંને લગ્ન પછી ફરવા જઈ શક્યા નહિ. પત્ની હનીમૂન પર જવા માંગતી હતી પરંતુ પતિએ પગાર કાપના કારણે બહાર ફરવા નહિ જવા માટે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આના પર પત્નીને લાગ્યુ કે લગ્નની શરૂઆતમાં જ પતિ બહાનાબાજી કરી રહ્યો છે. બંને વચ્ચે ઝઘડો વધ્યો તો પત્ની પિયર જતી રહી અને ડિવોર્સ માંગી લીધા. જો કે હવે વકીલ સમાધાનની કોશિશ કરી રહ્યા છે.
ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ માણતા 20 પકડાયા