દેશમાં પહેલી અમદાવાદની સી પ્લેન સેવા માત્ર 2 દિવસમાં જ થઈ બંધ, જાણો કારણ
અમદાવાદઃ દેશની પહેલી સી-પ્લેન સેવાનો હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે શુભારંભ થયો હતો. 1 નવેમ્બરથી સામાન્ય લોકો ટિકિટ ખરીદીને આ રીતના પ્લેનથી ઉડાન ભરવા લાગ્યા. આ ખાસ પ્રકારની સેવા શરૂ થતા જ પ્લેન 2 દિવસ માટે ફૂલ થઈ ગયા હતા. પરંતુ શરૂઆતના બે દિવસ બાદ જ આ સેવાને વચમાં અટકાવી દેવી પડી. સી-પ્લેનની ઉડાનો અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી ભરવામાં આવી રહી હતી.

2 દિવસ બાદ જ કેમ અટકી સી-પ્લેન સેવા?
માહિતી મુજબ પ્લેન બે દિવસ સુધી જ લોકોને બરાબર સફર કરાવી શક્યુ. હવે મેઈન્ટેનન્સના નામે સી-પ્લેનની ઉડાનો અટકાવી દેવામાં આવી છે. આ વિશે પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીએ કહ્યુ, 'ફ્લાઈટ્સ બે દિવસ માટે બંધ કરવામાં આવી છે.' અધિકારીઓનુ કહેવુ છે કે મેઈન્ટેનન્સના કારણ બુધવારે અને ગુરુવારે પ્લેન ઉડાન નહિ ભરી શકે. તેમણે કહ્યુ કે, સી-પ્લેન માટે કેનાડાથી 3 પાયલટ અને એક અટેન્ડન્ટ આવ્યો છે. એવામાં તેેને આરામ આપવો પણ જરૂરી છે. અધિકારીઓએ કહ્યુ કે તે વિદેશી પાયલટ ભારતીય પાયલટને 6 મહિના સુધી ટ્રેનિંગ આપવા માટે ગુજરાત આવ્યા છે.

યાત્રી ન મળવાની વાત બહાર આવી
સી-પ્લેન સર્વિસ વચમાં અટકાવી દેવાતા લોકો વચ્ચે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. એ પણ સાંભળવામાં આવ્યુ છે કે સી-પ્લેનથી કેવડિયા પાછા આવતી વખતે ઓછી સવારી મળી રહી છે. આના કારણે આ સેવા થોડા દિવસ માટે બંધ કરવામાં આવી છે. માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસોમાં માત્ર 80 યાત્રીઓએ સી-પ્લેનની મઝા લીધી છે. હવે આગામી દિવસોમાં યાત્રીઓની સંખ્યા વધતા જ સી-પ્લેન સેવા શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉડાનો માટે 15 સીટર ટ્વિન ઓટર-300 વિમાનનો ઉપયોગ થશે કે જે પહેલા પણ ઘણા દેશોમાં સેવા આપી ચૂક્યુ છે. આ પ્લેનની કેપેસિટી કુલ 19 પેસેન્જરની જણાવાઈ રહી છે. જો કે હજુ કહેવામાં આવી રહ્યુ છે કે એક વખતમાં એક ડઝન યાત્રીઓ બેસાડવામાં આવશે.

કેટલા રૂપિયા ખર્ચ કરવા પડે છે આના માટે?
ઉલ્લેખનીય છે કે સ્પાઈસજેટે સી-પ્લેનને સફર કરાવવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ 3 હજાર રૂપિયા ભાડુ માંગ્યુ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રંટથી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી આ રીતની વિમાન રોજ બે ઉડાન ભરશે. લગભગ અડધા કલાકની આ ઉડાન માટે યાત્રીઓને એક તરફથી લગભગ 1500 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. બંને સ્ટેશનો વચ્ચેની ટૂર 3000 રૂપિયામાં પૂરી થશે. ગઈ 30 ઓક્ટોબરથી આ સેવા ઑનલાઈન ટિકિટનુ બુકિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. ત્યારે કહેવામાં આવ્યુ હતુ કે ટિકિટનુ બુકિંગ તમે www.spiceshuttle.comની વેબસાઈટ પરથી કરી શકો છો.
જો બિડેન અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડી તો કોણ બનશે US રાષ્ટ્રપતિ