અમદાવાદના પુર્વ વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે જ છરીથી હુમલો!
અમદાવાદ શહેરમાં હવે ફરીથી ગુનાખોરી વધી રહી છે, હત્યા, લૂંટ અને મારામારીની ઘટનાઓમાં અવ્વલ આવતા અમદાવાદના પુર્વ વિસ્તાર ફરીથી ગુનેગારો સક્રિય થયા છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગુનેગારો પોલીસ સ્ટેશનના બારણા પાસે જ ગુનાને અંજામ આપી રહ્યા છે.

અમદાવાદના પુર્વ વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી માત્ર 50 ફુટના અંતરે છરીથી હુમલાની ઘટના બની છે. ઠાકોર સમાજના પ્રદેશ મંત્રી પર છરીથી હુમલાની ઘટના બની છે. 50 વર્ષી પ્રકાશ ઠાકોર જોગણી માતાના દર્શન જઈ રહ્યા હતા ત્યારે 2 શખ્સો બાઈક પર આવ્યા હતા અને હુમલો કર્યો હતો. બાઈક પર આવેલા શખ્સો ખુલ્લા છરા સાથે આવ્યા હતા અને પોલીસ સ્ટેશનના બારણે જ હુમલો કર્યો હતો. જો કે સ્થાનિકો સમયસર ભેગા થઈ જતા હુમલાખોરો બાઈક પર ફરાર થઈ ગયા હતા.
બાઈક પર આવેલા હુમલાખોરો છરા સાથે સીસીટીવી કેેમેરામાં કેદ થયા હતા. હાલ પોલીસે પ્રકાશ ઠાકોરની ફરીયાદના આઘારે તપાશ શરૂ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં ગુનાખોરોને લાગે છે કે મોકળુ મેદાન મળી ગયુ છે. સુશાસનના દાવાઓ વચ્ચે નાગરિકો પર ખુલ્લેઆમ હુમલા થઈ રહ્યા છે ત્યારે હવે એ જોવાનું રહે છે કે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે?