For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં મોડી રાતે વિજળીના કડાકા સાથે વરસાદ, રાજ્યમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી

શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોડી રાતે વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોડી રાતે વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બોપલ, ઘૂમા, શીલજ, થલતેજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાંદખેડા, ગોતા, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, બોડકદેવ, સાણંદ, સાયન્સ સિટી, બાપુનગર, સરસપુર, મણિનગર, વસ્ત્રાલ સહિત અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં જોરદાર વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

રાત સુધી પડેલા છૂટાછવાયા વરસાદ બાદ મોડી રાતે ફરીથી વરસાદ શરૂ થયો હતો અને ગાજવીજ સાથે મેઘરાજા તૂટી પડ્યા હતા. ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વિજળી પડવાની ઘટના પણ બની હતી. સ્વાગત અપાર્ટમેન્ટ પર વિજળી પડતા ફ્લેટના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને નુકશાન થયુ હતુ અને ફ્લેટ પરની ઓવરહેડ ટાંકીને પણ નુકશાન થયુ હતુ. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી. અમદાવાદમાં સોમવાર સુધીમાં સરેરાશ 16.04 મિમી વરસાદ થતા મોસમનો અત્યાર સુધીમાં 23.62 ઈંચ વરસાદ વરસ્યો છે. આગાહીના કારણે તાપમાન 25 ડિગ્રી સુધી જવાની સંભાવના છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી

અંબાજીમાં પણ સોમવારે હળવો વરસાદ વરસ્યા બાદ મોડી રાતે વરસાદ વરસ્યો હતો. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે.

ડેમની જળસપાટીમાં વધારો

ડેમની જળસપાટીમાં વધારો

અમરેલીના રાજુલામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર વરસાદને પગલે પાણી ભરાઈ ગયા હતા. વડોદરામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તમને જણાવી દઈએ કે રાજ્યના કેટલાક જળાશયોની જળસપાટીમાં પણ વધારો થયો છે. નર્મદા ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક છે અને જળસપાટી 121.54 મીટરે પહોંચી છે. સૌરાષ્ટ્રનો ભાદર-2 ડેમ 32.20 ફૂટે પહોંચ્યો છે અને ડેમ ભયજનક સપાટીથી 1.80 ફૂટ દૂર છે. અરવલ્લીના વાત્રકની જળસપાટી વધીને 130.90 મીટરે પહોંચી છે જ્યારે પંચમહાલનો હડફ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે.

English summary
Late night thunderstorm with lightening in Ahmedabad, 5 days heavy rains forecast in the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X